બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનના નિધનના 3 વર્ષ બાદ હવે થિયેટરમાં રજૂ થશે તેમની છેલ્લી ફિલ્મ, ટ્રેલરે મચાવી ધમાલ, જુઓ

દિવંગત અભિનેતા ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા માટે થઇ ગઈ છે તૈયાર, ચાહકો પણ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ, ટ્રેલરે જ મચાવી ધમાલ, જુઓ

સિનેમા જગતમાંથી દરરોજ કોઈને કોઈ મોટા સમાચાર બહાર આવતા રહે છે. મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા સ્ટાર્સ રોજેરોજ એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. કેટલાક તેમની આગામી ફિલ્મોની રિલીઝ માટે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે, જ્યારે કેટલાક તેમના અંગત જીવન માટે હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હાલ દિવંગત અભિનેતા ઇરફાન ખાન પણ ચર્ચામાં છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તે આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. અભિનેતાનું 29 એપ્રિલ 2020ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. સોશિયલ મીડિયા પર ચાહકો હજી પણ તેમના પ્રિય અભિનેતાને યાદ કરે છે અને તેના ઘણા અભિનય વિશે વાત કરે છે.

ઈરફાન ખાનની ફિલ્મ “ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ‘ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ હિન્દીમાં રિલીઝ થઈ રહી છે. અભિનેતાના ચાહકો તેમના પ્રિય સ્ટાર ઈરફાનની આ ફિલ્મ થિયેટરોમાં જોઈ શકશે. ઈરફાનની આ ફિલ્મની માહિતી તેમના દીકરા બાબિલે સોશિયલ મીડિયા પર આપી છે.

બાબિલે તેના પિતાની ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે અને જણાવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં ઈરફાનને યાદ કરતાં ચાહકો થાકતા નથી. લોકોએ લખ્યું છે  “અમે હંમેશા તને ઇરફાનને યાદ કરીશું.” એકે લખ્યું છે કે “તે કેટલા મહાન અભિનેતા હતા, આજે તે કોઈ બીજી દુનિયામાં છે, છતાં તે આ દુનિયામાં ચમકી રહ્યા છે. ” બીજાએ કહ્યું “હું મારી ખુશી વ્યક્ત કરી શકતો નથી, ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય શાનદાર છે.”

‘ધ સોંગ ઓફ સ્કોર્પિયન’ના ટ્રેલરમાં રાજસ્થાનનો રેતાળ વિસ્તાર દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં ઈરફાન ખાને ઊંટના વેપારીની ભૂમિકા ભજવી હતી. રાજસ્થાની લોક આસ્થાની આ ફિલ્મમાં એવું કહેવામાં આવ્યું છે કે વીંછીના ડંખથી 24 કલાકની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ તેને વીંછીના ગીતથી મટાડી શકાય છે. નૂરન એક સ્કોર્પિયન સિંગર છે. તેણે આ કળા તેની દાદી ઝુબૈદા પાસેથી શીખી હતી. ઈરફાન નૂરનના પ્રેમમાં પડે છે. બાકીની સ્ટોરી 28 એપ્રિલે સિનેમાઘરોમાં જોવા મળશે.

Niraj Patel