ઇરફાન પઠાણની પત્ની સફા બેગના ચહેરા છૂપાવવાને લઇને થયો વિવાદ, હવે જુઓ તેની અનદેખી તસવીરો

ઇરફાન પઠાણે પત્ની સફા બેગ સાથે શેર કરી તસવીર, બ્લર કરીને વાઇફનો ચહેરો ઢાંક્યો, થયો ટ્રોલ- જુઓ UNSEEN તસવીરો

ભારતના સ્ટાર ખેલાડી ઇરફાન પઠાણની પત્ની સફા બેગ હંમેશા હિજાબમાં જ જોવા મળે છે અને તે તેનો ચહેરો બતાવતી નથી. તેને લઇને ઇરફાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. જો કે, તેમણે એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે તેમની પત્નીનો નિર્ણય છે અને તે તેનું સમ્માન કરે છે.

ઇરફાન સોશિયલ મીડિયા પર તેમની પત્નીની તસવીરો ઘણી શેર કરે છે. જો કે, તે તસવીરોમાં તે બુર્ખામાં જ રહેતી હોય છે. તમને જણાવી દઇએ કે, ઇરફાને વર્ષ 2016માં સફા સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં ઇરફાન અને સફાના નજીકના મિત્રો તેમજ સંબંધીઓ જ સામેલ થયા હતા ઇરફાન અને સફા મક્કામાં પરિણય સૂત્રથી બંધાયા હતા. સફા અને ઇરફાનના લગ્નથી ભારતીય ચાહકો હેરાન રહી ગયા હતા. કારણ કે આ હાઇ પ્રોફાઇલ લગ્નને પૂરી રીતે સીક્રેટ રાખવામાં આવ્યા હતા.

ઇરફાનને કોઇ ઓળખની જરૂર નથી. પરંતુ તેમની પત્ની સફા વિશે ઘણા ઓછા લોકો જાણે છે. કહેવામાં આવે છે કે ઇરફાન અને સફાની પહેલી મુલાકાત દુબઇમાં થઇ હતી. સફાનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો. તે સાઉદી અરબના જેદ્દામાં મોટી થઇ છે અને ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો છે.

સફા ખૂબ જ ખૂબસુરત છે. તે મિડિલ ઇસ્ટ એશિયાની એક મોટી મોડલ રહી ચૂકી છે અને તેની ઘણી તસવીરો મેગેઝિનમાં છપાયેલી છે. આટલું જ નહિ સફા એક ખૂબ જ સરસ નેલ આર્ટિસ્ટ તરીકે પણ માનવામાં આવે છે.

સફા ઇરફાનથી ઉંમરમાં નાની છે. તે બંને વચ્ચે ઉંમરમાં લગભગ 10 વર્ષનું અંતર છે. સફા જેદ્દાની એક પબ્લિક રિલેશન કંપનીમાં પણ કામ કરી ચૂકી છે. લગ્ન બાદ સફાએ તેના જીવનને પ્રાઇવેટ રાખવું જ પસંદ કર્યુ.

સાઉદી અરબમાં મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યા બાદ સફા લગ્ન બાદ તસવીરોમાં બુર્ખામાં જ જોવા મળે છે. વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયા બાદ ઇરાફાન અને સફાનો એક ક્યુટ દીકરો પણ છે. તેનું નામ ઇમરાન ખાન પઠાણ છે.

ઇરફાનની વાત કરીએ તો, તેમણે જાન્યુઆરી 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. ઇરફાન ટીમ ઇન્ડિયાના મહત્વના સદસ્ય છે. વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ જીતાડનાર ટીમનો તે હિસ્સા રહ્યા છે.

થોડા સમય પહેલા જ ઇરફાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેમની પત્ની અને દીકરા સાથે જોવા મળ્યા હતા. આ તસવીરમાં તેમણે તેમની પત્ની સફાનો ચહેરો એક એડિટેડ માસ્કથી કવર કર્યો હતો.

આ વાતને લઇને ઇરફાનને ટ્રોલ કરવામાં પણ આવ્યો હતો. એક યુઝરે કહ્યુ, માસ્કની નવી સ્ટાઇલ છે. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, આખરે એવો તો શુ મામલો છે કે પત્નીનો ચહેરો તમે કયારેય બતાવતા નથી.

આ બાબતે ઇરફાને ટ્વીટર પર જવાબ પણ આપ્યો હતો. પઠાને લખ્યુ કે, આ તસવીર મારી ક્વીને મારા દીકરાના એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તે બાદ અમારા વિશે ઘણી નફરત ભરેલી વાતો કહેવામાં આવી રહી છે. તેણે તેની પસંદથી આ તસવીરને બ્લર કરી છે. હું તેમનો સાથી છું માસ્ટર નથી.

Shah Jina