આમિર ખાનની લાડલીના હાથમાં લાગી નૂપુરના નામની મહેંદી, સામે આવી શાનદાર તસવીરો, જુઓ

આમિર ખાનની લાડલી દીકરી આયરા ખાનની મહેંદીની તસવીરો આવી સામે, ધામ ધૂમ સાથે ઉજવાયો મહેંદી પ્રસંગ, જુઓ ખાસ તસવીરો

Ira Khan Mehndi Ceremony : બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાનના લગ્નનું ફંક્શન ઉદયપુરમાં યોજાઈ રહ્યું છે. આમિર ખાનનો પરિવાર અને નજીકના લોકો આ વેડિંગ ફંક્શનને એન્જોય કરી રહ્યાં છે. આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન આયરા ખાનની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આયરા ખાને પોતાના હાથ પર નુપુર શિખરેના નામ સાથે મહેંદી લગાવી છે.

શરૂ થયા લગ્નના પ્રસંગો :

નોંધનીય છે કે 3 જાન્યુઆરીએ આયરા ખાન અને નુપુર શિખરેએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે ઉદયપુરમાં લગ્નના તમામ ફંક્શન્સ સાથે ભવ્ય લગ્ન થવા જઈ રહ્યા છે. આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નના ફંક્શન ઉદયપુરમાં યોજાઈ રહ્યા છે અને બંનેના પરિવારના સભ્યો અને મિત્રો આ ભવ્ય લગ્નમાં હાજરી આપી રહ્યા છે. આ કપલના વેડિંગ ફંક્શન સાથે જોડાયેલા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આયરાના હાથમાં સજી મહેંદી :

હવે આયરા ખાનની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે. એક તસવીરમાં આયરા ખાને સફેદ આઉટફિટ પહેર્યો છે અને ચશ્મા પહેર્યા છે. જ્યારે નુપુર શિખરે તેની પાછળ ઉભેલો જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં આયરા ખાન અને નુપુર શિખરેનો એક-એક હાથ દેખાઈ રહ્યો છે. તેમના બંને હાથ પર I અને N લખેલું છે. આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નમાં આમિર ખાન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. ગઈ કાલે આમિર ખાનનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો હતો.

તસવીરો આવી સામે : 

આમિર ખાન રાજસ્થાની લોકગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આયરા ખાન અને નુપુર શિખરેએ કોર્ટ મેરેજ કર્યા છે અને હવે તેમના ભવ્ય લગ્ન અને પછી રિસેપ્શન થશે. આ કપલે ઘણા સમય પહેલા સગાઈ કરી હતી. નોંધનીય છે કે આયરા ખાન અને નુપુર શિખરે જીમ ટ્રેનિંગ દરમિયાન મળ્યા હતા. જિમ ટ્રેનિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આયરા ખાન અને નુપુર શિખરે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

Niraj Patel