ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓએ ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. સારા અલી ખાનથી લઈને અમિતાભ બચ્ચન અને સુષ્મિતા સેન સુધી સેલિબ્રિટીઓએ ક્રિસમસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બધાએ ધામધૂમથી નાતાલની ઉજવણી કરી હતી. સેલિબ્રેશનની સાથે જ સ્ટાર્સે ફેન્સને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી અને પરિવાર સાથે તેમની તસવીરો પણ શેર કરી હતી.
આમિર ખાનની પુત્રી ઇરા ખાને પણ શનિવારે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને પોસ્ટમાં ક્રિસમસની તસવીરો શેર કરી છે, જેમાં તેની સાથે તેનો બોયફ્રેન્ડ નૂપુર શિખર પણ જોવા મળી રહ્યો છે. આમિર ખાનની દીકરી ઇરા ખાન છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ઇરા ખાન ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેને ડેટ કરી રહી છે. બંનેની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં ઇરા તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે ક્રિસમસ જશ્નમાં ડૂબેલી જોવા મળી રહી છે. આ દરમિયાન બંને ઘણા રોમેન્ટિક મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં ઇરા નૂપુરને કિસ કરતી પણ જોવા મળી રહી છે. આ દરમિયાન તે વ્હાઇટ ટોપ, જેકેટ અને ગ્રીન સ્કર્ટમાં જોવા મળી કહી છે અને આ ઉપરાંત તેણે ક્રિસમસ ટ્રીના ડિઝાઇન વાળા ઇયરિંગ્સ પહેરી છે અને ક્યુટ રેનડિયર હેરબેંડ પણ લગાવેલી છે. ઇરાના બોયફ્રેન્ડની વાત કરીએ તો, તે બ્લૂ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે.
ઇરા સાથે તેની ક્યુટ કેમેસ્ટ્રી ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. તમને જણાવી દઇએ કે, નૂપુર અને ઇરાની નજીકતા છેલ્લા વર્ષે લોકડાઉન દરમિયાન વધી હતી. બંને પોતાની લવ-ડવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં જરાય પણ અચકાતા નથી. નુપુર ફિટનેસ ટ્રેનર છે. તે ઈરાના જીવનમાં ત્યારે આવ્યો જ્યારે તે બ્રેકઅપના દર્દમાંથી પસાર થઈ રહી હતી.
તમને જણાવી દઈએ કે ઈરા અભિનેત્રી બનવા માંગતી નથી. તે પડદા પાછળ રહીને ફિલ્મ નિર્માણમાં સક્રિય રહેવા માંગે છે. તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઈરા આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. રીના અને આમિરે વર્ષો પહેલા છૂટાછેડા લીધા હતા. ઈરા ખાન અને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરેએ મેચિંગ ડ્રેસ પહેર્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈરાએ નુપુર સાથેનો એક ફોટો શેર કર્યો હતો જે ક્રિસમસ પર ક્લિક કરવામાં આવ્યો હતો. તસવીરમાં ઈરા નુપુરના ગાલ પર કિસ કરતી જોવા મળી હતી. ઈરા અને નુપુરે ફેબ્રુઆરીમાં તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.