ગરીબીમાં વીત્યુ બાળપણ, પિતા કરતા હતા કર્મચારીની નોકરી તોપણ મહેનતથી બનાવ્યો IPS ઓફિસર, મુશ્કેલીઓમાં રહીને બુલંદીઓ છૂનાર IPS ઓફિસરની કહાની

ઉત્તર પ્રદેશના એક નાના ગામમાંથી એક ગરીબ પરિવારથી આવનાર નુરુલ હસને કોઇ પણ કોચિંગ વગર UPSC સિવિલ સેવા 2014 ક્લિયર કરી એ સાબિત કર્યુ છે કે, જો જીવનમાં કઇ પણ કરવા માટે મન એકદમ મક્કમ હોય તો વ્યક્તિ કોઇ પણ સફળતા હાંસિલ કરી શકે છે. તો, ચાલો જાણીએ IPS ઓફિસરની કહાની…

નુુરુલનું માનવુંં છે કે, તમે કોઇ પણ ધર્મ જાતિ ના હોય, જો તમારામાં મહેનતથી કોઇ પણ હદને પાર કરવાનો દ્રઢ સંકલ્પ છે તો તમે કંઇ પણ કરી શકો છો.

મહારાષ્ટ્ર કેડર આઇપીએસ અધિકારી નુરુલે એક વર્ષ BARCમાં વૈજ્ઞાનિકના રૂપમાં કામ કર્યુ હતુ. સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક પાસ કરનાર નુરુલ હસન એવા બધા ઉમેદવારો માટે પ્રેરણા છે જે દેશની ટોપ નોકરશાહી પરીક્ષાઓ પાસ કરવાનું સપનુ જુએ છે.

નુરુલ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના હરરાયપુરના રહેવાસી છે. તેમણે તેમનો સ્કૂલનો અભ્યાસ આ જ ગામથી કર્યો છે.

નુરુલે તેમનો સ્કૂલનો અભ્યાસ હિંદી મીડિયમથી પૂરો કર્યો છે. તેમના પિતા એક ક્લાસ-4 કર્મચારીની નોકરી કરતા હતા અને તે જ કારણે તેમનું બાળપણ ગરીબીમાં વીત્યુ હતુ.

Shah Jina