સળસળાટ આવતી લક્ઝુરિયસ કાર સીધી જ ટ્રકની પાછળ ઘુસી ગઈ, કારનો વળી ગયો કચ્ચરઘાણ, પરંતુ ડ્રાઈવરનો વાળ પણ વાંકો ના થયો, જુઓ વીડિયો

“રામ રાખે એને કોણ ચાખે ?” ગમખ્વાર અકસ્માતમાં પણ ડ્રાઈવર સહી સલામત બહાર આવ્યો, આને ચમત્કાર કહેવો કે કારની સેફટી ? જુઓ વીડિયો

Safety Awareness While Driving : દેશભરમાં અકસ્મતાના ઘણા બધા મામલાઓ રોજ સામે આવતા હોય છે, જેમાં કેટલાય લોકોનો જીવ ચાલ્યા જતો હોય છે. તો ઘણીવાર કેટલાક અકસ્માતમાં કેટલાક લોકોનો આબાદ બચાવ પણ થતો હોય છે, ત્યારે આપણા મોઢામાંથી પણ એક જ શબ્દ નીકળે કે “રામ રાખે તેને કોણ ચાખે ?” હાલ એક એવા જ અકસ્માતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં પહેલીવાર વાહનની હાલત જોઈને લાગે છે કે તેમાં કોઈ વ્યક્તિ બચી નહિ હોય. પરંતુ જ્યારે લોકો કોઈક રીતે દરવાજો ખોલે છે, ત્યારે કારની અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત દેખાય છે. મતલબ, તેનો વાળ પણ વાંકો નથી થયો. લોકો દાવો કરી રહ્યા છે કે કારના સેફ્ટી ઇક્વિપમેન્ટ એરબેગ્સ અને સીટ બેલ્ટના કારણે જ આ શક્ય બન્યું છે.

આવી સ્થિતિમાં, આ વીડિયો શેર કરતી વખતે, ઘણા લોકો ડ્રાઇવરોને સીટ બેલ્ટ પહેરવા અને એરબેગ સાથે કારનો ઉપયોગ કરવા વિશે જાગૃત કરી રહ્યા છે. આ વીડિયો IPS ઓફિસર સ્વાતિ (@SwatiLakra_IPS) દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું, “સીટ બેલ્ટ અને એરબેગ્સનું મહત્વ.”

આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 85 હજારથી વધુ વ્યૂઝ અને 600થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, ઘણા વપરાશકર્તાઓએ તેના પર પ્રતિક્રિયા આપી. કેટલાકે કહ્યું કે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. 24 સેકન્ડની આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ છે. તેણી સંપૂર્ણપણે કચડાઈ ગઈ છે. કેટલાક લોકો ઘણી મુશ્કેલીથી કારનો દરવાજો ખોલવામાં સફળ થાય છે, જેમાંથી કારમાં બેઠેલી વ્યક્તિ બહાર આવે છે.

Niraj Patel