આ મહિલા IPS લાગે છે બિલકિલ બોલિવુડ અભિનેત્રી જેવી, સ્ટાઇલ અને લુક્સનો છવાયો જાદુ

આ મહિલા IPS દેખાવમાં લાગે છે બોલિવૂડ એક્ટ્રેસ જેવી, સ્ટાઈલ અને લુક્સના કારણે રહે છે ચર્ચામાં, ફોટાઓ જોઈને ખુશ થઇ જશો એ નક્કી…

ઘણા અન્ય ઉમેદવારોની જેમ ડો.નવજોત સિમીને પણ સિવિલ સર્વિસમાં આવવા માટે કરિયર સાથે સમજોતો કરવો પડ્યો હતો. ડો.નવજોત સિમી પંજાબની રહેવાસી છે. તેનો જન્મ 21 ડિસેમ્બર 1987ના રોજ પંજાબના ગુરદાસ પુરમાં થયો હતો. તેનો શરૂઆતી અભ્યાસ પંજાબના પાખોવાલના મોડલ પબ્લિક સ્કૂલથી થયો હતો.

નવજોત સિમીએ બાબા જસવંત ડેંટલ કોલેજ અને રિસર્ચ સેન્ટરથી બેચલર ઓફ ડેંટલ સર્જરીની ડિગ્રી હાંસિલ કરી છે. ડોક્ટર બન્યા બાદ તેને કરિયર રાસ ન આવ્યુ અને તેણે આ માટે UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. વર્ષ 2016માં તે તેના પહેલા અટેમ્ટમાં અસફળ થઇ ગઇ પણ તેણે હાર ના માની અને વર્ષ 2017માં તે બેગણી તૈયારી સાથે સિવિલ સર્વિસ પરીક્ષામાં સામેલ થઇ.

વર્ષ 2017માં તેણે તેના બીજા પ્રયાસમાં 735મો રેન્ક હાંસિલ કર્યો હતો. IPS બન્યા બાદ તેને બિહાર કેડર મળ્યુ હતુ અને હાલ તે ત્યાં જ પોસ્ટેડ છે. IPS નવજોત સિમી એસપીના પદ પર તૈનાત છે. તે તેની ખૂબસુરતી અને પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. નવજોત સિમી તે યુવતિઓમાંની એક છે જે ટેલેન્ટ સાથે સાથે પોતાની ખૂબસુરતીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો પણ શેર કરતી રહે છે. ચાહકો દ્વારા તેની તસવીરોને ઘણી પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર નવજોત સિમીની તસવીરો જોઇ તેમને મોડલિંગ કરવાની સલાહ આપે છે.

ડો.નવજોત સિમીના પિતા બેંકમાં કામ કરતા હતા. તેમણે ધોરણ 5 સુધી ગામની સ્કૂલથી પંજાબી મીડિયમમાં અભ્યાસ કર્યો. તેમજ ધોરણ 6થી12 સુધી તેમણે ગુરદાસપુર શહેરની સ્કૂલથી અભ્યાસ કર્યો. મેડિકલ પ્રવેશ પરીક્ષા પીએમટી એટલે કે હવે નીટ તેમાં ઓછા રેંકને કારણે તેને MBBSમાં એડમિશન ન મળ્યુ. એખ વર્ષ ડ્રોપ કરવાની જગ્યાએ તેણે ડેટિંસ્ટ બનવાનો નિર્ણય લીધો. પૈસાની તંગીને કારણે તે MDSનો કોર્સ ન કરી શકી.

ત્યારે તેણે કેટલાક જાણકારોની સલાહ લઇને UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી શરૂ કરી. મનજોત સિમીએ વર્ષ 2020માં વેસ્ટ બંગાલ કેડરના IAS અધિકારી તુષાર સિંગલા સાથે મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન કર્યા. પંજાબના જ બરનાલાના રહેવાસી તુષારે UPSC સિવિલ સેવા પરીક્ષામાં 2015માં 86મો રેંક હાંસિલ કર્યો હતો.

Shah Jina