IPS ઓફિસરે બતાવી પોતાના સરકારી બંગલાની ઝલક, સુંદરતા જોઈને લોકો પણ થઇ ગયા અભિભૂત, જુઓ વીડિયો

આ IPS અધિકારીએ કરાવી પોતાનાસરકારી ઘરની અંદરથી સફર, આલીશાન ઘરને જોતા જ રહી ગયા લોકો, વાયરલ થયો વીડિયો, જુઓ

IAS અને IPS સાથે જોડાયેલી બાબતો આપણે હરદમ જાણવા માંગીએ છીએ. તેમના ઠાઠ માઠ તેમની પર્સનાલિટી જોઈને આપણે પણ પ્રભાવિત થઇ જતા હોઈએ છીએ. ઘણા લોકો એવા હોય છે જે આઇપીએસ અને આઈએએસ બનાવ માટે સખ્ત મહેનત પણ કરતા હોય છે અને તેમાંથી જૂજ લોકો જ આ મુકામ પર પહોંચી શકે છે.ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં આઇપીએસ અધિકારી તેમનું સરકારી આવાસ બતાવી રહ્યા છે.

ઘણા લોકો IAS અને IPS વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા પાસાઓ વિશે જાણવામાં રસ ધરાવે છે. લોકોને તેમની જીવનશૈલી અને વ્યાવસાયિક જીવન વિશે જાણવું ગમે છે. ત્યારે હાલ IPS અભિષેક પલ્લવના સત્તાવાર નિવાસસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

IPS અભિષેક પલ્લવે પોતે એક યુટ્યુબ વિડિયોમાં હોમ ટૂર કરાવી છે. આઈપીએસનું ઘર મોટા વિસ્તારમાં પથરાયેલું જણાય છે. વીડિયોમાં આઈપીએસ અભિષેક પ્રવેશદ્વારથી અંદર આવે છે. તે પોતાના એક માળના સરકારી બંગલે પહોંચે છે. બંગલાની ગેલેરીમાં એક ઝૂલો પણ દેખાય છે. બંગલાની બરાબર સામે એક ગાર્ડન એરિયા છે. તેની ચારે બાજુ કુંડામાં છોડ રોપેલા પણ જોવા મળે છે.

2013 બેચના IPS અભિષેક પલ્લવના સરકારી મકાનમાં વિશાળ બગીચો છે. એક શેડની નીચે બેસવાની જગ્યા પણ છે જેની વચ્ચે ચારેબાજુ હરિયાળી દેખાય છે. બગીચામાં ઝૂલો પણ છે, અહીં બેસીને IPS અખબાર વાંચે છે. બગીચામાં ટ્રી હાઉસ પણ દેખાય છે. તેના સુધી પહોંચવા માટે એક સીડી પણ લગાવવામાં આવી છે.

IPSનું આ ઘર ખૂબ જ આલીશાન અને સુંદર લાગે છે. દંતેવાડાના એસપીના પદ પર કામ કર્યા બાદ તેમને આ બંગલો મળ્યો હતો. તમને  જણાવી દઈએ કે IPS અભિષેક પલ્લવ પણ તેમની કામ કરવાની રીત માટે ખૂબ જ લોકપ્રિય છે. ઘણા લોકો તેમના આ વીડિયોને જોઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel