IPL 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઇટન્સે જોરદાર પ્રદર્શન કરી ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ફાઇનલ મેચ જીતી હતી. આ જીત બાદ ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. મેચ બાદ મેદાન પર ખેલાડીઓ આ જીત માટે એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. ગુજરાતની આ જીતમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી.
આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટાઈટલ અને ઈનામી રકમ આપવામાં આવી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં સૌથી વધુ રન બનાવવાના મામલે રાજસ્થાનનો બેટ્સમેન જોસ બટલર ટોપ પર રહ્યો. તેણે 17 મેચમાં 863 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. બટલરે ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી અને તેને ઈનામ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા. જ્યારે ચહલે પર્પલ કેપ જીતી છે.
તેને પણ 15 લાખ રૂપિયા આપવામાં આવશે. ચહલે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી અને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. બટલરે આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝનનો ખિતાબ પણ આપવામાં આવ્યો. આમાં તેને 12 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી. બટલરને 387.5 પોઈન્ટ મળ્યા છે. જ્યારે આ મામલામાં હાર્દિક પંડ્યા બીજા ક્રમે રહ્યો હતો. તેને 284.5 પોઈન્ટ્સ મળ્યા છે.
ગુજરાત ટાઇટન્સે IPL 2022ની ટ્રોફી તો પોતાના નામે કરી અને સાથે સાથે તેમને 20 20 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સને 13 કરોડ રૂપિયા મળ્યા હતા. RCB બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે હારી ગયું હતું. ત્રીજા સ્થાને રહેલી RCBને 7 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે ચોથા નંબરની ટીમ સુપર જાયન્ટ્સને પણ 6.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
જો કે, IPL 2022 માં કમાણી માત્ર ટોચની ચાર ટીમો માટે જ નહીં, પરંતુ ઘણા ખેલાડીઓના ખિસ્સા પણ ગરમ થઈ રહ્યા હતા. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલી ફાઈનલના પરિણામ પછી, સિઝનમાં તેમના મજબૂત પ્રદર્શન માટે ઘણા ખેલાડીઓને ઈનામ આપવામાં આવ્યા હતા, જેની રકમ લાખોમાં હતી. ફાઈનલ બાદ ટીમો અને ખેલાડીઓને આપવામાં આવેલી ઈનામની રકમ પર એક નજર કરીએ.
જાણો કયા ખેલાડીને કેટલા રૂપિયા અને કયો એવોર્ડ મળ્યો :
- ગુજરાત ટાઇટન્સ ₹ 20 કરોડ
- રાજસ્થાન રોયલ્સ ₹12.5 કરોડ
- પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલ ₹10 લાખ
- ઓરેન્જ કેપ જોસ બટલર ₹10 લાખ
- ઉભરતા ખેલાડી ઉમરાન મલિક ₹10 લાખ
- સિઝનનો સુપર સ્ટ્રાઈકર દિનેશ કાર્તિક ટાટા પંચ કાર
- ગેમ ચેન્જર ઓફ ધ સિઝન જોસ બટલર ₹10 લાખ
- સૌથી વધુ સિક્સર જોસ બટલર ₹10 લાખ
- પાવર પ્લેયર ઓફ ધ સીઝન જોસ બટલર ₹10 લાખ
- સીઝનનું ફેર પ્લે રાજસ્થાન, ગુજરાત ₹ 10 લાખ
- સિઝનની સૌથી ઝડપી ડિલિવરી લોકી ફોર્ચ્યુન 10 લાખ
- કેચ ઓફ ધ સીઝન એવિન લુઈસ ₹10 લાખ
- મોસ્ટ વેલ્યુડ પ્લેયર જોસ બટલર ₹10 લાખ
IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સને ઇનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય ફાઇનલમાં હારેલી રનર અપ ટીમ એટલે કે રાજસ્થાન રોયલ્સને 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે IPL 2022માં ત્રીજા નંબરની ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર સમાપ્ત થઈ ત્યારે તેને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સની તિજોરીમાં 6.50 કરોડ રૂપિયા આવ્યા, જે ચોથા નંબર પર હતી.