BREAKING : અદાણીના પોર્ટથી જપ્ત 2988 કિલો ડગ કેસમાં આવ્યા સૌથી મોટા સમાચાર…જાણો વિગત

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ ગુજરાતના મુંદ્રા પોર્ટથી 2988 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત થવા મામલે બુધવારના રોજ તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. ટ્વીટર પર NIA દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. ગુજરાતના મુંદ્રા પોર્ટ પર હાલમાં જ જપ્ત કરવામાં આવેલ 2988 કિલો હેરોઇન મામલે તપાસ તેજ થઇ ગઇ છે. જપ્ત કરવામાં આવેલ હેરોઇન મામલે હવે NIA તપાસ કરશે, જે બાદ આ મામલે ઘણા ખુલાસા થઇ શકે છે. એજન્સીના અધિકારીએ બુધવારે જારી ગૃહ મંત્રાલયના એક આદેશ અનુસાર NIAના મચાવરમ સુધાકરન, દુર્ગા પીવી ગોવિંદરાજૂ, રાજકુમાર પી અને અન્ય વિરૂદ્ધ આઇપીસી NDPS અધિનિયમ અને ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમની ધારાઓ અંતર્ગત કેસ ની તપાસ શરૂ કરી દીધી છે.

NIA અધિકારીના અનુસાર જપ્ત 2988.21 કિલોગ્રામ હેરોઇન ઇરાનના બંદર અબ્બાસ પોર્ટથી મુંદ્રા પોર્ટ પર પહોંચી હતી. અધિકારીએ જણાવ્યુ કે, કેસ દાખલ થયા બાદ તેની તરત જ તપાસ માટે આવશ્યક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે મુંદ્રા પોર્ટથી આ હેરોઇન જપ્ત કરવામાં આવી છે તેની માલિકી એટલે કે સ્વામિત્વ અદાણી પોર્ટ પાસે છે. અદાણી પોર્ટ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુંદ્રા પોર્ટ પર હેરોઈન ડગનો જંગી જથ્થો ઝડપાયો હતો, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરના નામે આયાત કરેલા 2,988.21 કિલો હેરોઈન પકડી પાડ્યું હતું.

આ માલની બજાર કિંમત આશરે 21 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ કેસ બાદ અદાણી ગ્રુપે કહ્યું હતું કે DRI સહિત માત્ર સરકારી સત્તાવાળાઓને જ ગેરકાયદે કાર્ગો ખોલવાની, તપાસ કરવાની અને જપ્ત કરવાની છૂટ છે અને પોર્ટ ઓપરેટરોને નહીં. 21 હજાર કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાતા સમગ્ર દેશમાં આ કેસ બાબતે ચકચાર મચી જવા પામી હતી.ડીઆરઆઈએ આયાતકાર દંપતી, 5 અફઘાનિસ્તાની, એક ઉઝબેક, તેમજ અન્ય ભારતીયોને ઝડપ્યા હતા.

Shah Jina