જો રોકાણ કરીને સારો નફો કમાવવાની વાત આવે તો લગભગ બધાના મનમાં એક જ વિચાર આવે અને એ શેરબજાર… બરાબર ને, શેરબજારમાં આમ તો ઘણીવાર ઉતાર-ચઢાવ આવતા હોય છે અને બજારમાં કેટલીકવાર અચાનક ઉછાળો તો કેટલીકવાર અચાનક ઘટાડો જોવા મળે. જો કે, આમાંને આમાં ઘણા લોકોને મોટું નુકસાન પણ થઇ જતુ હોય છે. ત્યારે જો ડર વગર રોકાણ કરવું હોય તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી કેટલીક નાની બચત યોજનાઓમાં વધુ વ્યાજ આપવામાં આવે છે, જેના કારણે રોકાણની રકમ થોડા વર્ષોમાં બમણી થઇ જતી હોય છે.
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના છે, જેમાં રોકાણ કરવાથી રોકાણકારોને કોઈપણ વ્યાજ વગર 7.5 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ હેઠળ 1000 રૂપિયાથી રોકાણ શરૂ થાય છે અને વધુમાં વધુ ગમે તેટલી રકમ જમા કરાવી શકાય છે. આ યોજના હેઠળ, પૈસા બમણા થવામાં 9 વર્ષ અને 1 મહિનાનો સમય લાગશે.
આવી જ રીતે બીજી એક છે, પોસ્ટ ઓફિસની લાંબા ગાળાની રોકાણ યોજનામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF. આની પાકતી મુદત 15 વર્ષ સુધીની છે અને વધુ પાંચ વર્ષ માટે તેને લંબાવી પણ શકાય છે. PPFમાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે અને આના પર મળે છે 7.1 ટકા વ્યાજ. આ સ્કીમ ટેક્સ મુક્તિ હેઠળ આવે છે. જો આ સ્કીમમાં વાર્ષિક 10,000 રૂપિયાનું રોકાણ કરો તો 15 વર્ષમાં 1,50,000 રૂપિયા જમા થશે અને વ્યાજ 1,21,214 મળશે. મેચ્યોરિટી પર કુલ 2.71 લાખ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ…સરકાર પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે. 1 લાખ રૂપિયાના રોકાણ પર 5 વર્ષની મેચ્યોરિટી પર 1,44,829 રૂપિયા મળશે. વધુ પાંચ વર્ષ માટે રોકાણ કરો તો કુલ રકમ 2 લાખ 89 હજાર 658 રૂપિયા થશે.