આટલું અમીર કોણ હોય ભાઇ…ગરમીથી પરેશાન ના થાય ભેંસ એટલે વ્યક્તિએ તબેલામાં લગાવી દીધા 2-2 AC- જુઓ વીડિયો

‘આ હરિયાણા વાળા જ કરી શકે છે…’ ભેંસોને ગરમીથી બચાવવા માટે તબેલામાં લગાવી દીધા 2-2 AC

ભેંસોને ગરમીથી રાહત અપાવવા વ્યક્તિએ તબેલામાં લગાવ્યા 2-2 AC, લોકો બોલ્યા- ‘AC 16 પર કરી દો’

રાજ્ય સહિત દેશભરમાં ઉનાળાની ઋતુ શરી થઇ ચૂકી છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગરમી દિનપ્રતિદિન અવનવા વલણો બતાવી રહી છે. તડકાથી પરેશાન લોકો પંખો, કુલર અને એસી જેવી વસ્તુઓથી ગરમીથી રાહત મેળવે છે. જો કે, એક વ્યક્તિએ અજાયબી કરી બતાવી. ગાય અને ભેંસ જ્યાં રહે છે તે તબેલામાં તમે કદાચ પંખા લગાવેલા જોયા હશે, પણ આ વ્યક્તિએ તો તેની ભેંસ માટે એસી લગાવી દીધા.

ભેંસના તબેલામાં લાગેલા ACનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે ભેંસ બંધ રૂમમાં બેઠી છે, અહીં તેમના માટે ચારો, લાઈટ અને પંખાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં આ નાના રૂમમાં એસી પણ લગાવવામાં આવ્યું છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણો ખળભળાટ મચાવી દીધો છે અને લોકો વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું, અરે ભાઈ, આટલુ પણ ઠંડુ ન કરો, આ જીવજંતુ છે, તેમને થોડા બહાર હવામાં રહેવા દો. એક બીજા યુઝરે લખ્યું, તેમને ACમાં ન રાખો, તેમની તબિયત બગડશે. જ્યારે કેટલાક અન્ય યુઝર્સે મજાકિયા અંદાજમાં લખ્યું કે, આ અંબાણીની ભેંસ છે. જ્યારે અન્ય એકે લખ્યુ- મારે આટલા જ અમીર બનવુ છે.અન્ય એક યુઝરે લખ્યું, ભાઈ, જ્યારે વીજળીનું બિલ આવશે, ત્યારે હોશ ઉડી જશે.

 

View this post on Instagram

 

A post shared by manjeet malik (@manjeetmalik567)

Previous Article

'તારા જેવા છોકરો કોઇને ના મળે, મારા જીવનમાં બીજીવાર ના આવતો...' મેટ્રોમાં કપલનું થયુ ખતરનાક બ્રેકઅપ, માર્યા એકબીજાને થપ્પડ- જુઓ વીડિયો

Next Article

15-15 દિવસ થઇ ગયા હજુ પણ નથી મળી સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહની ભાળ, પિતાએ કર્યો શોકિંગ ખુલાસો

error: Protected Content!