પત્નીના એક અન્ય વ્યક્તિ સાથે હતા અવૈધ સંબંધો, પતિને થઇ ગઈ જાણ, પછી પત્નીએ અને પ્રેમીએ મળીને પતિની હત્યા કરી લાશના ત્રણ ટુકડા…ડરામણી હાલત, જોતા જ લોકો ચીસો પાડવા લાગ્યા

દેશભરમાં હત્યાની ઘટનાઓ દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે, કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે તો કોઈને પ્રેમ પ્રસંગોના કારણે પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતું હોય છે. ત્યારે આવો જ એક ચચરી ભરેલો મામલો સામે આવ્યો હતો, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલાએ તેના પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જેના બાદ તેના મૃતદેહને કાપીને દફનાવવામાં આવ્યો હતા અને તેનું માથું, થડ અને હાથ-પગ અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે 19 વર્ષના દીકરાએ નશાની હાલતમાં તેના મિત્રોને આ અંગે જણાવ્યું.

આ હત્યા મહિલાના પ્રેમી રિઝવાન, રિઝવાનના ભાઈ ભય્યુ અને મોટા પુત્ર પ્રશાંત દ્વારા કરવામાં આવી હતી. ઘટનાના દિવસે આરોપીઓએ પહેલા દાલ બાટીમાં ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી ગળું કાપીને હત્યા કરી નાખી. પત્નીએ તેના મિત્રો સાથે મળીને મૃતદેહને બાથરૂમમાં દાટી દીધો. આ માટે તેણે મજૂરોને બોલાવીને સેપ્ટિક ટેન્કના નામે ખાડો ખોદી લાશને દાટી દીધી હતી. શંકાથી બચવા મૃતદેહને દફનાવ્યા બાદ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ દરમિયાન પત્ની ગુમ થયેલા પતિને શોધવાનું નાટક કરતી રહી, પરંતુ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાના નશાખોર પુત્રએ નશાની હાલતમાં તેના મિત્રની સામે પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો. તેણે કહ્યું કે મારી માતાએ મારા પિતાને મારીને દફનાવી દીધા છે. આ બાબતની જાણ પોલીસને થતાં જ મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને કડક પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન મહિલા ભાંગી પડી હતી અને તેણે ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે પતિની હત્યા મિત્ર રિઝવાન અને રિઝવાનના ભાઈ ભય્યુ અને પુત્ર પ્રશાંત સાથે મળીને કરી હતી. પોલીસે મહિલા અને તેના મોટા પુત્રને કસ્ટડીમાં લીધા હતા. સડી ગયેલા મૃતદેહને જેસીબીની મદદથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ બંને આરોપીઓ અને મૃતકના નાના પુત્ર ધુવરને પણ શોધી રહી છે.

જ્યારે લાશને ખાડામાંથી બહાર કાઢવામાં આવી ત્યારે બંને પગ અને એક હાથ ઘૂંટણની નીચેથી ગાયબ હતા. આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ બબલુ દરરોજ તેને અને તેના બે પુત્રો પ્રશાંત અને ધ્રુવને મારતો હતો. હતાશ થઈને નરવાલે કંકરમાં પોતાનું ઘર છોડીને ગણેશ ધામમાં રહેવાનું શરૂ કર્યું. પરંતુ અહીં પણ બબલુ આવીને માર મારતો હતો. આ દરમિયાન તેની રીઝવાન અને ભય્યુ સાથે મિત્રતા થઈ ગઈ. 5 ફેબ્રુઆરીએ સુનીતાએ દાળ-બાટી બનાવી અને બબલુને ઊંઘની ગોળીઓ ખવડાવી. બેભાન થયા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. તેના શરીરના હાથ, પગ અને ધડ કાપી નાંખવામાં આવ્યા હતા.

Niraj Patel