જીમમાં વર્કઆઉટ દરમિયાન હોટલના માલિકને આવ્યો હાર્ટએટેક, થયુ મોત, શોકિંગ CCTV આવ્યા સામે- જુઓ

13 દિવસ બાદ થવાના હતા દીકરીના લગ્ન,  જીમમાં કસરત કરતા અચાનક પડ્યો યુવક, ત્યાં જ મળ્યુ મોત

દેશભરમાં હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. કેટલાક લોકોને ડાન્સ કરતા કરતા તો કેટલાકને રસ્તા પર ચાલતા અથવા તો કેટલાકને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવવાનું છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યુ છે. આવી રીતના ઘણા વીડિયો પણ સામે આવી ચૂક્યા છે. કોરોનાકાળ બાદ કેટલાક લોકો તેમની ફિટનેસનું ધ્યાન રાખવા માટે જીમ જવા લાગ્યા છે. કેટલાક લોકો ક્ષમતા કરતા વધારે વર્કઆઉટ કરી રહ્યા છે, જે ક્યાંકને ક્યાંક આવી ઘટનાઓ માટે એક મોટું કારણ સાબિત થઇ રહ્યુ છે.

ત્યારે હાલમાં આવો જ એક મામલો ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં જીમમાં વર્કઆઉટ કરતા સમયે એક હોટલના માલિકનું મોત થઇ ગયુ. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જે જોયા બાદ લોકો હેરાનીમાં મૂકાઇ ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ જીમમાં વર્કઆઉટ કરવા ગયો હતો, તે બાદ તે થોડી જ સેકન્ડમાં પડી ગયો અને તેનું મોત થઇ ગયુ. રીપોર્ટ્સ અનુસાર, આ મામલો ઇન્દોરના લસૂડિયા વિસ્તારના ગોલ્ડન જીમનો છે. મૃતકનું નામ 55 વર્ષિય પ્રદીપ રઘુવંશી ઉર્ફે મામા રઘુવંશી છે.

તે શહેરના વૃંદાવન હોટલના માલિક છે. 5 જાન્યુઆરી ગુરુવારના રોજ સવારે તેઓ વર્કઆઉટ કરવા ગયા હતા. ટ્રેડમિલ પર થોડીવાર ચાલ્યા બાદ તેમને પરસેવો થયો અને તેને કારણે તેઓ જેકેટ ઉતારવા લાગ્યા. તેના ઠીક બાદ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે પડી ગયા. તેમના પડ્યા બાદ તાત્કાલિક ત્યાં હાજર લોકો દ્વારા તેમને નજીકમાં ભંડારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ગોલ્ડ જીમના ટ્રેનરે જણાવ્યુ કે, પ્રદીપ સર અમારા જૂના ક્લાઇંટ હતા, તેઓ રોજ જીમ આવતા હતા. બે-બે કલાક એક્સરસાઇઝ કરતા હતા.

આજે અચાનક હાર્ટ એટેક આવ્યો અને 3 મિનિટમાં બધુ ખત્મ થઇ ગયુ. અમારા લોકો માટે સીખ એ જ છે કે જીમ જતા પહેલા એટલું જરૂરી જોવું જોઇએ કે આપણી ક્ષમતા કેટલી છે. બીજાને જોઇને જીમ ન કરવું જોઇએ. પરિવારે જણાવ્યુ કે તેમને બે બાળકો છે. એક દીકરો અને એક દીકરી. રીપોર્ટ્સ અનુસાર તેમની દીકરીના લગ્ન તેમના મોતના 13 દિવસ બાદ એટલે કે 18 જાન્યુઆરીએ થવાના છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!