આ છોકરી લાગે છે અદ્દલ ઐશ્વર્યા રાય જેવી જ, તસવીરો જોઈને તમે પણ નક્કી નહીં કરી શકો કે કોણ અસલી છે અને કોણ નકલી

આપણે ક્યાંકને ક્યાંક એવી જરૂર સાંભળ્યું હશે કે આ દુનિયાની અંદર એક જ જેવા દેખાતા સાત લોકો હોય છે, તમારા અને મારા જેવાના પણ આ દુનિયામાં સાત હમશકલ હશે, પરંતુ આપણને તો તે શોધેય નથી જડતા, ક્યાંક કોઈ આપણા જેવું સામાન્ય દેખાઈ પણ જાય, પરંતુ સેલેબ્રિટીઓના હમશકલો શોધવામાં વાર નથી લાગતી.

સોશિયલ મીડિયામાં સલમાન, શાહરુખ અને ઘણી બધી અભિનેત્રીઓના હસમશક્લ દેખાતા ઘણા લોકો આપણે જોયા હશે, ક્રિકેટરોના પણ ઘણા હમશકલ આપણને ક્રિકેટના મેદાનમાં દેખાઈ જાય છે. તો બોલીવુડની બ્યુટી ક્વિન અને અમિતાભ બચ્ચનના ઘરની વહુ ઐશ્વર્યા રાયના હમશકલ પણ ઘણીવાર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashita Singh (@aashitarathore)

અભિનેત્રી સ્નેહા ઉલ્લાસ ખાનને જ જોઈ લો. જેને જોતા તે ઐશ્વર્યાની અદ્દલ કોપી લાગતી હતી, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક યુવતીના વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને તેના આ વીડિયોને જોઈને તે અદ્દલ ઐશ્વર્યા જેવી જ લાગે છે, ઘણા લોકો તો તેના વીડિયોને જોઈને તેને સલાહ આપી રહ્યા છે કે સલમાન સામે ના જતી.

 

View this post on Instagram

 

A post shared by Aashita Singh (@aashitarathore)


આ યુવતી ઇંદોરની રહેવાસી છે અને તેનું નામ અશીતા સિંહ છે. જેને પોતાના ઇન્સ્ટાગ્રામ રીલની અંદર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે અને આ વીડિયોની અંદર તેનો લુક ઐશ્વર્યા રાય જેવો દેખાઈ રહ્યો છે. તમે પણ તેને જોઈને ઘડીભર તો વિચારમાં પડી જશો કે આ અસલી છે કે નકલી.

Niraj Patel