ડોક્ટરની દીકરીએ કરી આત્મહત્યા, પિતા બોલ્યા- મેં સમજાવી હતી પરંતુ વિદ્યાર્થીઓની કરતૂત યાદ કરી રડતી હતી

વિચિત્ર કારણે ધોરણ-11માં ભણતી ડોક્ટરની દીકરીએ ઉઠાવ્યુ ખૌફનાક પગલુ, ઘટના જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ માનસિક ત્રાસ કે બ્લેકમેઇલિંગને કારણે જીવન ટૂંકાવતુ હોય છે, ત્યારે હાલમાં આત્મહત્યાનો એક ખૌફનાક મામલો સામે આવ્યો છે, જેમાં ધોરણ-11ની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મૃતકના પિતા ડોક્ટર છે અને તે પોતે અભ્યાસની સાથે ડોક્ટરની તૈયારી કરી રહી હતી.

જાણવા મળ્યું છે કે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા. હાલ એવી માહિતી સામે આવી રહી છે તેણે સિગરેટ પીધી હતી અને આ દરમિયન તેની તસવીર તેના ક્લાસના મિત્રોએ તેમના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ તે આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા હતા. જો કે તેણે થોડા સમય પહેલા તેના પિતાને આ વાત જણાવી હતી, અને પરિવારના સભ્યોએ તેને નિરાશ ન થવાનું કહ્યું હતું.

તેણે કહ્યું કે આવી તસવીરોથી કોઈ ફરક પડતો નથી, પરંતુ વિદ્યાર્થીનીએ તણાવમાં આવીને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, હિરન્યાએ શનિવારે સાંજે તેના પિતાને કહ્યું હતું કે તે કોચિંગ છોડ્યા પછી તેના મિત્રો સાથે સિગારેટ પીતી હતી. આ દરમિયાન કોચિંગમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કેમેરામાંથી તેનો ફોટો ક્લિક કરી લીધો હતો.

તેઓ તેને આ ફોટાથી બ્લેકમેઇલ કરતા હતા. ઘણીવાર આ તસવીરો તે બધાને મોકલવાની ધમકી આપતા. આ પછી પરિવારના સભ્યોએ તેને સમજાવી અને આગળ આવું ન કરવાની સૂચના આપી હતી અને તેને માફ કરી દીધી હતી. તેમણે કહ્યું કે ફોટોથી કોઈ ફરક પડતો નથી. તેણે પોતાનું મન પોતાના અભ્યાસમાં લગાવી દીધું, પરંતુ આ પછી પણ વિદ્યાર્થીનીને ડર હતો કે તેના ફોટા વાયરલ થઈ શકે છે. જો કે રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન હાલ સમગ્ર મામલાની તપાસની વાત કરી રહ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

સંબંધીઓના નિવેદનો અને શકમંદોના નિવેદન બાદ સ્થિતિ સ્પષ્ટ થશે..આ દુઃખદ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના રાજેન્દ્ર નગરની છે. ડૉ. કેશવ લોનખેડેની 18 વર્ષની પુત્રી હિરન્યાએ રવિવારે રાત્રે ઉપરના માળે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું તે દરમિયાન ઘરમાં કોઈ નહોતું. માતા-પિતા બહાર ગયા હતા જ્યારે તેના બે ભાઈ-બહેન નીચે રમતા હતા. માતા-પિતા ઘરે પરત આવતાં જ તેમની પુત્રીને ફાંસીએ લટકતી જોઈ. તે તેને લઇને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું.

રાજેન્દ્ર નગરના ટીઆઈએ જણાવ્યું હતું કે, હિરન્યાના પિતાના કહેવા પ્રમાણે, કોચિંગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ તેમની પુત્રીને હેરાન કરતા હતા. એક દિવસ જ્યારે તે કોચિંગ છોડીને તેના મિત્રો સાથે સિગારેટ પી રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેના ફોટા પાડી લીધા હતા. જેને તે સતત સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપતા હતા. તે ડિપ્રેશનમાં હતી. તેણે થોડા દિવસોથી કોચિંગમાં જવાનું બંધ કરી દીધું હતું. જોકે પિતાએ તેને સિગારેટ પીવા બદલ માફ કરી દીધી હતી.

Shah Jina