CAની વિધાર્થીનીનો આપઘાત: મેસેજમાં સામે આવ્યું દુઃખ, કહ્યું, : મારા પતિ અને ભાઈએ મને ક્યાંયની ના રાખી, લગ્ન પહેલા જ કર્યો…

માં-બાપને દગો આપીને ભાગવા વાળા આ જલ્દી વાંચજો : પતિ અને તેના ભાઈના ત્રાસથી સીએની વિધાર્થીનીએ જીવન ટૂંકાવ્યું, મેસેજમાં ખુલી સાસરિયાની પોલ

દેશભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજના સમયમાં ઘણા યુવક અને યુવતીઓ સામાન્ય બાબતમાં પણ મોતને વહાલું કરવાનું વિચારી લેતા હોય છે, તેમના આપઘાત બાદ ઘણા ખુલાસાઓ પણ થતા હોય છે અને તેમના આપઘાત કરવા પાછળના કારણોનો પણ પર્દાફાશ થતો હોય છે.

આવું જ કંઈક ઇંદોરની સીએનો અભ્યાસ કરનાર વિધાર્થીની સાથે થયું, જેને ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, હવે તેના આપઘાત કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. યુવતીના મોબાઈલની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે યુવતીએ તેના પતિના ત્રાસથી કંટાળી અને મોતને વહાલું કરી લીધું હતું.

આપઘાત કરતા પહેલા યુવતીએ તેના આંટીને 4 ટેક્સ્ટ મેસેજમાં દર્દ વ્યક્ત કર્યું હતું. જેમાં તેને લખ્યું હતું કે તેના પતિ સાગર જેઠાની અને તેના ભાઈએ જીવવાનું હરામ કરી દીધું છે. તપાસમાં માલુમ પડ્યું છે કે મૃતક કલ્યાણીએ ફૂટી કોઠીમાં રહેવા વાળા સાગર જેઠાની સાથે એક વર્ષ પહેલા ખજરાના મંદિરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની તેના પરિવાર વાળાને પણ ખબર નહોતી.

પરિવારથી આ લગ્ન છુપાવેલા હોવાના કારણે બંને અલગ રહેતા હતા. સાગર વિજય નગર ક્ષેત્રના એક મોલમાં ટેલિકોલિંગ કંપનીમાં નોકરી કરતો હતો. કલ્યાણી પણ પહેલા ત્યાં જ નોકરી કરતી હતી, આ દરમિયાન જ બંનેની ઓળખાણ થઇ હતી. અને ઓળખાણ બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને તેમને પરિવારથી છુપાઈને લગ્ન કરી લીધા હતા.

કલ્યાણીના પિતા જગદીશ વૈશ્યએ જણાવ્યું હતું કે એક વર્ષ બાદ તેમને બંનેના સંબંધો વિશેની ખબર પડી હતી. જેના બાદ બંને પરિવારોએ સામાજિક રીતે બંનેના બીજીવાર લગ્ન કરાવવા માટે રાજી થઇ ગયા હતા. પરિવાર વાળાએ 15 એપ્રિલના રોજ બંનેના લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી હતી.

જેના બાદ સાગર અને કલ્યાણી વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઇ ગયો હતો. વિવાદ વધવા ઉપર 10 એપ્રિલના રોજ સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના બાદ કલ્યાણી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. અને છેલ્લે 28 મેના રોજ તેને ફાંસીના ફંદા ઉપર લટકીને પોતાનો જીવ આપી દીધો હતો.

Niraj Patel