‘મારી મોતનો જવાબદાર આ જ છે…’ હાથ પર લખી પૂરી દાસ્તાન, પતિની ગર્લફ્રેન્ડનું નામ લખી પત્નીએ કરી આત્મહત્યા

‘મારો પતિ અને તેની પ્રેમિકા…’, મહિલાએ આત્મહત્યા પહેલા હાથ પર લખી પૂરી દાસ્તાન

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. પતિના પ્રેમ પ્રકરણથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ મામલામાં મહિલાના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ FIR નોંધી છે. આત્મહત્યા પહેલા મહિલાએ તેના ડાબા હાથ પર સુસાઈડ નોટ લખી હતી. તેણે પતિ અને તેની પ્રેમિકા બંને સામે હેરાનગતિના આરોપો લગાવ્યા હતા.

ઝોન-1ના એડિશનલ ડીસીપીના જણાવ્યા અનુસાર, આ ઘટના બાયપાસ સ્થિત સિલ્વર સ્પ્રિંગ ફેઝ-2માં બની હતી. 40 વર્ષીય કવિતા પાટીલે સોમવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે કવિતાએ તેના ડાબા હાથ પર સુસાઈડ નોટ લખી છે. તેણે પતિ પંકજ પાટીલ અને તેની પ્રેમિકા નમ્રતા પર આરોપ લગાવ્યા છે.

આ મામલામાં પંકજ અને નમ્રતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, પોલીસે મોડી રાત્રે પંકજને કસ્ટડીમાં પણ લીધો હતો. સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે કવિતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે પંકજથી નારાજ છે. ટાઉનશીપમાં રહેતી નમ્રતા સાથે તેના ગેરકાયદેસર સંબંધ છે. કવિતા આને કારણે ચિંતિત હતી.

સોમવારે કંટાળીને તેણે આ પગલું ભર્યું. સુસાઈડ નોટમાં તેણે પંકજ અને નમ્રતા વિશે જે કંઈ જાણ્યું તે બધું લખ્યું છે. કવિતાને બે દીકરીઓ છે. એક દીકરી ઈન્દોરમાં અને બીજી પૂણેમાં ભણે છે. માહિતી મળતાં જ પુત્રી ઈન્દોર પહોંચી હતી. એડીસીપીના જણાવ્યા અનુસાર, પંકજ અને નમ્રતા વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ નમ્રતાને શોધી રહી છે. નમ્રતા ન્યુટ્રિશન ડાયટિશિયન તરીકે કામ કરે છે અને પંકજ પાટીલ પીથમપુરમાં એક ખાનગી ફેક્ટરીમાં કામ કરે છે. કવિતા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેણે આત્મહત્યા કરી હતી.

Shah Jina