આ દેશમાં લિવ-ઇન રિલેશનશિપ પર પ્રતિબંધ, એક્સ્ટ્રા મેરિટલ અફેર પર પણ મોટો કાનૂન- જાણો વિગત

પતિ કે પત્નીએ ઘરની બહાર ડોકિયું કરીને લફડું કર્યું તો 1 વર્ષની સજા થશે, સંસદે બિલને મંજૂરી આપી, જાણો વિગત

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ કડક કાયદાને મંજૂરી આપી દીધી છે. ઈન્ડોનેશિયાની સંસદે તેના દંડ સંહિતામાં બહુપ્રતિક્ષિત અને વિવાદાસ્પદ સુધારો પસાર કર્યો છે. આ અંતર્ગત એક્સ્ટ્રા મેરિટલ અફેર એ સજાપાત્ર ગુનો ગણાશે. જેમાં લિવ ઇન રિલેશનશિપનો પણ સમાવેશ થાય છે. આ દેશના નાગરિકો અને વિદેશીઓને સમાન રીતે લાગુ પડશે. જોકે ટીકાકારોએ આને દેશની આઝાદીનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હકીકતમાં, ઇન્ડોનેશિયાની સંસદમાં સંસદીય ટાસ્ક ફોર્સે નવેમ્બરમાં બિલને અંતિમ સ્વરૂપ આપ્યું હતું

અને ધારાસભ્યોએ મંગળવારે તેને પસાર કર્યું હતું. ‘ધ એસોસિએટેડ પ્રેસ’ના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ સંશોધિત દંડ સંહિતાની નકલ અનુસાર, એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઇને દોષિત ઠરે તે એક વર્ષની જેલની સજાને પાત્ર છે, પરંતુ વ્યભિચારનો આરોપ પતિ, માતાપિતા અથવા બાળકો દ્વારા દાખલ કરવો જોઈએ. સંસદે લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નવા કાયદા અનુસાર, ગર્ભનિરોધક અને ધર્મનિંદાને પ્રોત્સાહન આપવું ગેરકાયદેસર છે. ગર્ભપાત એ ગુનો છે,

જો કે અપવાદ એવી સ્ત્રીઓ માટે છે કે જેઓ ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી મૃત્યુનું જોખમ ધરાવે છે અથવા જેઓ બરાત્કાર પછી ગર્ભવતી થઈ છે તેને અપવાદ માનવામાં આવ્યુ છે. પરંતુ ગર્ભ 12 સપ્તાહથી ઓછો હોય, જેમ કે 2004ના મેડિકલ પ્રેક્ટિસ કાનૂનમાં પહેલા જ વિનિયમિત છે. માનવાધિકાર જૂથોએ કેટલાક સૂચિત સુધારાઓની વ્યાપકપણે નિંદા કરી છે, ચેતવણી આપી છે કે નવા દંડ સંહિતામાં તેમનો સમાવેશ સામાન્ય પ્રવૃત્તિઓને સજા કરી શકે છે

અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારોને ધમકી આપી શકે છે. જો કે, કેટલાક લોકોએ તેને દેશની LGBTQ લઘુમતી માટે વિજય ગણાવ્યો છે. ધારાશાસ્ત્રીઓ આખરે ગે સેખ્સને ગેરકાયદેસર ઠેરવતા ઇસ્લામિક જૂથો દ્વારા પ્રસ્તાવિત લેખને રદ કરવા સંમત થયા છે. અન્ય ઘણા દેશોની જેમ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને અન્ય જૂથો દ્વારા તેને રદ કરવા માટેના કોલ હોવા છતાં પીનલ કોડ ફોજદારી ન્યાય પ્રણાલીમાં મૃત્યુદંડને જાળવી રાખે છે.

Shah Jina