એરપોર્ટ પરથી 184 પેસેન્જરને લઈને ઉડાન ભરી રહી હતી ઈન્ડિગોની ફલાઇટ, ત્યારે જ એન્જિનમાંથી ઉડ્યા બરાબરના તણખા, જુઓ વીડિયો

જેવી જ ફલાઇટ ટેકઓફ કરી રહી હતી ત્યારે બારીએ બેઠેલા પેસેન્જરે શરૂ કર્યું વીડિયો બનાવવાનું, બહાર જોયું તો એન્જીનમાં લાગી હતી આગ, રનવે પર તણખા ઉડ્યા અને પછી.. જુઓ વીડિયો

શુક્રવારે દિલ્હીથી બેંગલુરુ માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી. આ કારણે દિલ્હી એરપોર્ટ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું છે. ડીજીસીએએ જણાવ્યું કે આ દરમિયાન વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો. આ પછી અગ્નિશામક બોટલને બહાર કાઢવામાં આવી હતી. આ ફ્લાઈટને ઈન્સ્પેક્શન માટે રાખવામાં આવી છે.

ડીજીસીએ એ પણ માહિતી આપી હતી કે એન્જીન ખરાબ થવાના કારણો જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બેંગ્લોર જતું A320 એરક્રાફ્ટ આ દુર્ઘટના બાદ પાર્કિંગમાં પાછું ફર્યું હતું અને તેમાં સવાર 180 જેટલા લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

ટ્વિટર પરના એક વીડિયોમાં એરપોર્ટ પર ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલા પ્લેનના એન્જિનમાંથી તણખા ઉડતા દેખાય છે. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઈટ 6E2131એ ટેક ઓફ કરતા પહેલા એન્જિનમાં સ્પાર્કનો અનુભવ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે. તમામ મુસાફરોને વૈકલ્પિક વિમાનમાં બેસાડવામાં આવ્યા.

પ્લેનમાં હાજર એક મુસાફરે મોબાઈલથી તેનો વીડિયો બનાવ્યો હતો. થોડી જ વારમાં એન્જિનમાં આગ લાગી ગઈ. થોડી જ વારમાં, પાઇલટે ટેક-ઓફ અટકાવી દીધું. એરલાઈને કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મુસાફરોને અન્ય પ્લેન દ્વારા મોકલવામાં આવશે. વિમાનમાં 177 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર સવાર હતા. બાદમાં મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

Niraj Patel