આ કોઇ ચાઇના-અમેરિકાનો નજારો નથી, પણ અમદાવાદના સાબરમતીમાં બનેલ દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન છે…જુઓ વીડિયો
અદ્ભૂત ! કેવું છે અમદાવાદના સાબરમતીમાં આવેલ બુલેટ ટ્રેન સ્ટેશન ? જુઓ ભારતના પહેલા બુલેટ ટ્રેનના ટર્મિનલની ઝલક
India’s First Bullet Train Station Video: લાંબી રાહ બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે (7 ડિસેમ્બર) માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર શેર કર્યો હતો. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવા જઈ રહી છે, જે જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદીઓને મળી ખાસ ભેટ
આ અત્યાધુનિક ટ્રેનની મદદથી અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં કપાશે. બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. તે પહેલા અમદાવાદના સાબરમતી એક્સટેન્શનમાં મલ્ટી જંકશન બનીને તૈયાર થયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા પહેલીવાર વીડિયો શેર કરવામાં આવ્યો છે.રેલવે મંત્રીએ શેર કરેલા વીડિયોમાં બુલેટ ટ્રેન ટર્મિનલની અદભુત ઝલક જોવા મળી રહી છે. વીડિયો ટ્વીટ કરીને રેલવે મંત્રીએ લખ્યું, ‘ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ટર્મિનલ ! સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદ.’
દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સાબરમતીમાં બનીને તૈયાર
આ વિડિયોમાં એક સુંદર ઝલક રજૂ કરવામાં આવી છે. બુલેટ ટ્રેન સ્ટેશન જોવા મળી રહ્યુ છે જે ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક આર્કિટેક્ચર સાથે જોડે છે. વીડિયોમાં આધુનિક ટેક્નોલોજી અને ભારતીય પરંપરાઓનું મિશ્રણ લોકોને પસંદ આવી રહ્યું છે.જણાવી દઈએ કે મીડિયા રીપોર્ટ્સ અનુસાર, બહુપ્રતિક્ષિત બુલેટ ટ્રેન ભારતમાં 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. વર્ષ 2017માં એક કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ ભવ્ય ટ્રેન પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
રેલવે મંત્રીએ X પર શેર કર્યો વીડિયો
આ કાર્યક્રમમાં તેમની સાથે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ પણ ભાગ લીધો હતો. બંને દેશોના સંયુક્ત પ્રયાસોથી બનેલ આ પ્રોજેક્ટ હાલમાં નિર્માણાધીન છે. તેનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે સરેરાશ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 508 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને દરિયાઈ માર્ગોનો પણ સમાવેશ થાય છે.
બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે સરેરાશ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે 508 કિમી અંતર કાપશે
આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 1 લાખ 8 હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જાપાને આમાંથી 81% પૈસા આપ્યા છે અને આ લોન કંપની દ્વારા દર વર્ષે 0.1% પ્રતિ વર્ષના દરથી ભારતથી લેવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરી રહી છે. આ માર્ગના 100 કિલોમીટરના પુલ અને 230 પાયલિંગ (સમુદ્રનો ભાગ)નું કામ કરવામાં આવ્યું છે. NHSRCL એ જણાવ્યું કે લગભગ 250 કિલોમીટરનું કામ થઇ ચૂક્યુ છે. આ કંપની 50 વર્ષથી વધુ સમયથી વિશ્વસનીયતા અને સલામતી માટે જાણીતી છે.
View this post on Instagram