ખબર

કહાની ભારતના સૌથી શાતિર ચોરની, ફર્જી કાગળો બતાવી બની ગયો હતો જજ, બે મહીના સુધી સંભળાવતો રહ્યો સજા

જજની ખુરશી પર જયારે બેઠો દેશનો સૌથી શાતિર ચોર ! ઘણા દિવસો સુધી કોઇને પણ…

કેટલાક લોકો જીવતા દંતકથા બની જાય છે. દંતકથા એટલે એવી ખ્યાતિ, જેનાથી વાર્તાઓ શરૂ થાય. આવા લોકોની આ દુનિયામાં કોઈ કમી નથી જેઓ પોતાની મસ્તીમાં નિષ્ણાત હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનું એવું નામ ઉભું કરે કે પોલીસથી લઈને જજ તેના નામથી જ તેને ઓળખવા લાગે તો આ નવાઈની વાત છે ને. આવો જ એક વ્યક્તિ છે દિલ્હીનો ધનીરામ મિત્તલ. 77 વર્ષના ધનીરામ મિત્તલ સાથે જોડાયેલી એક રસપ્રદ કહાની છે.કહેવાય છે કે શિક્ષિત ગુનેગાર વધુ ખતરનાક હોય છે. ધનીરામ પર, આ વાત બંધ બેસે છે. તેણે એલએલબીનો અભ્યાસ કર્યો અને વકીલ તો બન્યો જ, પરંતુ હેન્ડરાઈટિંગ એક્સપર્ટ અને ગ્રાફોલોજીની ડિગ્રી પણ મેળવી.

તેણે ગુનાની દુનિયામાં પોતાને વધુ મજબૂત બનાવવાના આશયથી આ ડિગ્રીઓ મેળવી હતી. એલએલબી કર્યા પછી, તે કાયદાનો જાણકાર બન્યો અને કાયદાની આંખોમાં વધુ નિપુણતાથી ધૂળ ફેંકવા લાગ્યો, તેણે પોતે જ વાહનોની ચોરી કરી, તેના નકલી કાગળો તૈયાર કર્યા અને આગળ વેચ્યા.થોડા વર્ષો પહેલા જ્યારે તેને ચોરી કરતી વખતે કંટાળો આવવા લાગ્યો ત્યારે તેણે કંઈક નવું કરવાનું વિચાર્યું. એક દિવસ, બનાવટી દસ્તાવેજોના આધારે, તેણે ઝજ્જર કોર્ટના એડિશનલ સેશનલ જજને લગભગ બે મહિનાની રજા પર મોકલી દીધા. અને પછી તે પોતે જજની ખુરશી પર બેસી ગયો. આ પછી કેટલાને સજા થઈ અને કેટલાને માફ કરવામાં આવ્યા તેનો ચોક્કસ હિસાબ કોઈની પાસે નથી. જોકે, પોલીસનું કહેવું છે કે આ બે મહિનામાં તેણે કુલ 2 હજાર સાતસો ચાલીસ ગુનેગારોને જામીન પર મુક્ત કર્યા હતા.

જોકે, બાદમાં મામલો પ્રકાશમાં આવતાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ પછી તેણે જે ગુનેગારોને જામીન પર છોડ્યા હતા તેઓ ફરીથી પકડાયા અને જેલમાં ધકેલાયા. કહેવાય છે કે મિત્તલે 25 વર્ષની ઉંમરે ચોરીને પોતાનો વ્યવસાય બનાવી લીધો હતો. વર્ષ 1964માં પહેલીવાર પોલીસે તેને ચોરી કરતા પકડ્યો હતો. હાલ તેમની ઉંમર લગભગ 75 વર્ષથી વધુની છે. જોકે, હવે આ ચોર ક્યાં અને કેવી રીતે છે તે કોઈને ખબર નથી.

ધનીરામ મિત્તલ ચોરીના ઈતિહાસમાં સૌથી વધુ વખત પકડાયેલો પ્રથમ અને એકમાત્ર ચોર છે. તેની છેલ્લે વર્ષ 2016માં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસને ચકમો આપીને તે નાસી છૂટ્યો હતો. કહેવાય છે કે ધનીરામ અત્યાર સુધીમાં એક હજારથી વધુ વાહનોની ચોરી કરી ચૂક્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચોર દિવસના પ્રકાશમાં જ ચોરીને અંજામ આપે છે.ધની રામ મિત્તલ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત છે. કેટલાક વર્ષો પહેલા તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તે સમયે જે ન્યાયાધીશ હતા તેમણે તેમની કોર્ટમાં તેને ઘણી વખત જોયો હતો, તેથી નારાજ થઈને તેણે કહ્યું કે તમે મારી કોર્ટની બહાર જાઓ. તે પછી તે જવા માટે ઉભો થયો. તેની સાથે બે પોલીસકર્મીઓ પણ ઉભા થયા અને તેની સાથે બહાર ગયા. જે બાદ તે ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. કોર્ટમાં જ્યારે તેનું નામ બોલાવવામાં આવ્યું ત્યારે તે ભાગી ગયો હોવાથી પોલીસના હોશ ઉડી ગયા હતા. એવું કહેવાય છે કે તેણે પોલીસકર્મીઓને કહ્યું કે ન્યાયાધીશે તેને ત્યાંથી જવાનું કહ્યું છે.