ભારતીય વિદ્યાર્થીઓ રેલ્વે સ્ટેશન પર ફસાયા, ATMના પૈસા ખલાસ, દૂતાવાસનો સંપર્ક કરવામાં અસમર્થ, એમ્બેસીએ 150 વિદ્યાર્થીઓને બચાવ્યા

યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાંની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. રશિયન મિસાઇલો યુક્રેનના સૈન્ય સ્થાપનો પર પડી રહી છે અને ફાઇટર જેટ બોમ્બ ફેંકી રહ્યા છે. લોકો ગભરાટમાં છે. ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેનના શહેરોમાં ફસાયેલા છે. હુમલા બાદ આ વિદ્યાર્થીઓ પણ ડરી ગયા છે.

પુતિને આજે સવારે હુમલાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે ભારતના લોકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ખૂબ જ ડરી ગયા છે. ભારતીયોને પરત લેવા ગયેલા એર ઈન્ડિયાના વિમાનને પરત ફરવાની ફરજ પડી હતી. આખા દેશમાં હાલ અફરા તફરીનો માહોલ પણ ફેલાઈ ગયો છે.

ત્યારે આ બાબતે ન્યુઝ મીડિયા આજતક સાથેની વાતચીતમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે આજે સવારે તે વિસ્ફોટના અવાજથી જાગી ગયો, તમામ બજારો બંધ છે અને ખાવા-પીવાની બધી વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુક્રેનની સાથે ત્યાં હાજર અન્ય દેશોના લોકો પણ ડરી ગયા છે.

ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં કિવ રેલવે સ્ટેશન પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થી સ્નેહિલ સાગરે જણાવ્યું કે તે રેલવે સ્ટેશન પર હાજર છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું, “અમને પશ્ચિમ ભાગ તરફ જવા માટે કહેવામાં આવ્યું છે, મારી સાથે ઘણા વિદ્યાર્થીઓ અહીં અટવાયા છે. અમે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ કોઈ વાતચીત થઈ શકી નથી.”

તો દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં યુક્રેનમાં ફસાયેલા યુપીના લખનઉના વિદ્યાર્થી સક્ષમે જણાવ્યું કે તે હાલમાં 6 ભારતીયો સાથે એક રૂમમાં છે. યુપીના શાહરૂખ હુસૈન, ફરીદાબાદના અરબાઝ ખાન, અંકિત શર્મા, પંજાબના હર્ષિત બંસલ પણ તેમની સાથે છે. સક્ષમે જણાવ્યું કે યમુનાનગરની જાગૃતિ પણ હોસ્ટેલમાં તેની સાથે છે. સક્ષમે જણાવ્યું કે સવારે તેના ઘરની સામે 50 કાર પાર્ક કરવામાં આવી હતી, પરંતુ હવે ભારતીયોની લગભગ 5-6 કાર જ છે. આ ભારતીયો સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં ઝડપથી શહેરની બહાર જઈ રહ્યા છે.

Niraj Patel