યુદ્ધનો ભોગ બન્યો આ માસુમ ભારતીય વિધાર્થી, ખાર્કિવમાં થયેલા રશિયન હુમલામાં ગુમાવ્યો જીવ

યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનમાં ઘણા લોકોના જીવ પણ ગયા છે. ત્યારે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીયો રહે છે, જેમાં મોટાભાગના મેડિકલ વિધાર્થીઓ છે. યુક્રેનમાં રહેતા ભારતીયો કોઈપણ સંજોગોમાં દેશ છોડવા  પ્રયત્નો કરી રહ્યા છે અને  વહેલી તકે ભારતમાં આવવા માંગે છે. ભારત સરકાર દ્વારા પણ મિશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

ત્યારે આ બધા વચ્ચે જે એક દુઃખદ ખબર સામે આવી છે. યુક્રેન છોડવાની તૈયારી કરી રહેલા એક ભારતીય વિધાર્થીને યુક્રેનના ખાર્કિવમાં મોત મળ્યું છે. મંગળવારે ખાર્કિવમાં રશિયાએ હવાઈ હુમલો કર્યો અને ખાર્કીવના મુખ્યાલયને ઉડાવી દીધું. ત્યારે હવે ભારતીયોને જે વાતનો ડર હતો તે જ ઘટના ઘટી ગઈ. આ હવાઈ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

હુમલામાં જે વિધાર્થીનું મોત થયું છે તેનું નામ નવીન એસ.જી. છે. જેની ઉંમર 20 વર્ષ છે. આ વિદ્યાર્થી વિશે વધુ માહિતી બહાર આવી નથી. આ વિધાર્થી બેંગ્લોરનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે ખૂબ જ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે ખાર્કિવમાં આજે સવારે એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અન્ય ટ્વિટમાં, બાગચીએ કહ્યું કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોને તાત્કાલિક ભારતીય નાગરિકો માટે સલામત માર્ગ મેળવવા માટે બોલાવી રહ્યા છે. તેણે ખાર્કિવ અને સંઘર્ષના અન્ય વિસ્તારોમાં હાજર તેના વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. રશિયા અને યુક્રેનમાં અમારા રાજદૂતો દ્વારા પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સતત હુમલાઓ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે આજે ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક કિવ છોડી દેવાની સલાહ આપી છે. આ દરમિયાન ખાર્કિવમાં પણ ભારે ગોળાબારી શરૂ થઇ હતી. રશિયાએ ખાર્કિવ હેડક્વાર્ટર પર મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલામાં તમામ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રશિયા દ્વારા રવિવારે ખાર્કિવ શહેર પર કબજો કરવામાં આવ્યો હતો. રશિયાએ કિવ પર નિયંત્રણ માટે સૌથી મોટી સૈન્ય ટીમ મોકલી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને યૂક્રેનના ખારકીવમાં આજે સવારે થયેલા હુમલામાં એક ઇન્ડિયન વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરી. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે અમે ખૂબ જ દુ:ખની સાથે એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે આજે સવારે ખારકીવમાં થયેલા હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું.

મંત્રાલય ભારતીય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર સાથે ઉંડી સંવેદના વ્યકત કરીએ છીએ. અરિંદમ બાગચીએ આગળ માહિતી આપી દીધી છે કે ભારતીય વિદેશ સચિવ રૂસ અને યૂક્રેનના રાજદૂતો સાથે સંપર્કમાં છે. તેમાં એવી માંગ ઉઠાવામાં આવી છે કે બારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની નીકાળવા માટે સુરક્ષિત રસ્તો આપવામાં આવે કારણ કે કેટલાંય વિદ્યાર્થી ખારકીવ અને અન્ય શહેરોમાં ફસાયેલા છે.

Niraj Patel