ડરના માહોલ વચ્ચે ફફડી ગયેલા ભારતીય વિધાર્થીઓ માટે PM મોદીએ લીધો મોટો નિર્ણય- જાણો ફટાફટ

આજ સવારથી રશિયા VS યુક્રેન યુદ્ધ શરૂ ચાલુ ગયું છે અને આ દરમિયાન યુક્રેનની અંદર ઘણા બધા ભારતીય મૂળના પણ વિધાર્થીઓ ફસાઈ ગયા છે, આ વિધાર્થીઓમાં કેટલાક વિધાર્થીઓ ગુજરાતના પણ છે અને રશિયાના યુક્રેન ઉપર  હુમલા બાદ આ વિધાર્થીઓએ પણ વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી છે.

મીડિયા રિપોર્ટ જણાવ્યું હતું કે રાજધાની કિવમાં દૂતાવાસની બહાર એકઠા થયેલા ભારતીય વિદ્યાર્થીઓને સેફ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે અને દૂતાવાસ પહોંચતા વિદ્યાર્થીઓને પણ સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં કોઈ ભારતીય નાગરિક દૂતાવાસની બહાર ફસાયેલો નથી. અહીં નવા વિદ્યાર્થીઓ આવતાની સાથે જ તેમને સુરક્ષિત કેમ્પસમાં લઈ જવામાં આવે છે.

આજ સવારથી રશિયા અને યુક્રેન વચ્ચે વૉર ચાલુ થઇ ગયો છે અને એવામાં ભારતના PM નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ફોરેન મિનિસ્ટર એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી શકે છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહિસલામત સ્વદેશ લાવવા માટે આપણા દેશની ગવર્મેન્ટે એક મોટો નિર્ણય લીધો છે. વિદેશ સચિવ હર્ષ શ્રુગલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીયોને બચાવવાના પ્લાનની જાણકારી આપી. આજે સવારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. આ કારણે ત્યાંની એર સ્પેસ બંધ કરી દેવામાં આવી છે,

પણ ભારતની સરકારે યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્લાન-B પર કામ શરૂ કરી દીધું છે. આ મામલે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. હાઈલેવલ મીટિંગમાં PM મોદીએ કહ્યું- તમામની સેફ્ટી પ્રાયોરિટીમાં છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર મીટિંગની સાથે આ સંકટના કારણે દેશના હિતો પર થનારા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. હકિકતમાં યુક્રેન અને રશિયા બંને સાથે ભારતની એક સમાન કૂટનીતિના રિલેશન છે. આપનો દેશ બંને દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે. આ સંજોગોમાં સંકટના કારણે દેશની રક્ષા ખરીદ પ્રભાવિત થવાની શક્યતા છે.

વિદેશ સચિવ હર્ષ વી.શ્રિંગલાએ બેઠક બાદ જણાવ્યું હતું કે યુક્રેનથી ઇન્ડિયન નાગરિકોને સુરક્ષિત પાછા લાવવાના વૈકલ્પિક માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. ભારતીય નાગરિકોને પોલેન્ડ થઈને ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે.

તમને જણાવી દઇએ કે, આજે આપણા દેશના નાગરિકોને પાછા લાવવા માટે યુક્રેનની રાજધાની કીવ જઇ રહેલું એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ અડધા રસ્તેથી જ પરત ફર્યું હતું. કીવ માટે ઉડાન ભરેલું વિમાન પાછું આવી ગયું હતું. યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે આ સપ્તાહમાં એર ઇન્ડિયાની બીજી ઉડાન હતી.

જોકે હવે ઘણા ભારતીય વિધાર્થીઓના વીડિયો સામે આવ્યો છે જેમાં તે યુક્રેનમાં ફસાયેલી છે અને આ દરમિયાન તે પોતાની વ્યથા વર્ણવી રહી છે. જેના પછી ટીવી18એ આ વિદ્યાર્થિનીની વ્યથા સાંભળી હતી અને યુક્રેનમાં કેવી પરિસ્થિતિ છે તેના વિશે માહિતી મેળવી હતી.

 

 

YC