અમેરિકામાં વધુ એક ભારતીયનું થયું મોત, 14 વર્ષનો વિદ્યાર્થી બન્યો મોતનું કારણ, જાણીને તમે પણ હેરાન રહી જશો…

અમેરિકાના ફ્લોરિડામાં ભારતીય વિદ્યાર્થીનો થયો ભયાનક અકસ્માત, જેટ સ્કી દરમ્યાન અચાનક જ….જાણો સમગ્ર મેટર

Indian student dies in America : વિદેશમાં રહેતા ભારતીયોના મોતની ઘણી ખબરો અવાર નવાર સામે આવતી રહે છે અને તેમાં પણ વિદ્યાર્થીઓના મોતની ખબર સામે આવતા જ પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલેલા વાલીઓમાં પણ ચિંતા છવાઈ જતી હોય છે. હાલ પણ અમેરિકામાં એક વિદ્યાર્થીના મોતની ખબર સામે આવી છે અને આ વિદ્યાર્થીનું મોત અકસ્માતમાં થયું હોવાનું સામે આવ્યું છે અને તેના મોત માટે જવાબદાર એક 14 વર્ષનું બાળક હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.

તેલંગાણાના 27 વર્ષીય વિદ્યાર્થી વેંકટરામન પિટ્ટલાનું યુએસ રાજ્યના ફ્લોરિડામાં જેટ સ્કી અથડામણમાં મૃત્યુ થયું હતું. તે ઇન્ડિયાના યુનિવર્સિટી-પર્ડ્યુ યુનિવર્સિટી ઇન્ડિયાનાપોલિસ (IUPUI)માંથી માસ્ટર ડિગ્રી મેળવી રહ્યો હતો. વિદ્યાર્થીના મૃત્યુ બાદ તેના મૃતદેહને તેલંગાણામાં તેના પરિવારને પરત મોકલવા માટે પૈસાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ માટે GoFundMe પર દાન માટેની માહિતી આપવામાં આવી છે. GoFundMe પેજ મુજબ, 27 વર્ષીય વિદ્યાર્થી વેંકટરામન પિટ્ટલાનું 9 માર્ચે મૃત્યુ થયું હતું. પીડિત વિદ્યાર્થી આ વર્ષના મે મહિનામાં પોતાનો અભ્યાસ પૂરો કરવાનો હતો. મૃત્યુ વિશે માહિતી આપતા, સ્થાનિક ન્યૂઝ ચેનલ WPLG 10 એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના ટાપુ શહેર કી વેસ્ટમાં એક વોટર પાર્ક પાસે થઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે 14 વર્ષનો છોકરો જેટ સ્કી ચલાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જેના પરિણામે વેંકટરામન પિટ્ટલાનું મૃત્યુ થયું હતું. જો કે, કમિશને કોઈ ધરપકડનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેણે કહ્યું કે આરોપી છોકરાને અકસ્માતમાં કોઈ ઈજા થઈ નથી.

Niraj Patel