ભારતીય મૂળના વિદ્યાર્થીની અમેરિકામાં હત્યા, કોરિયાના રૂમમેટે યુનિવર્સિટીમાં કરી હત્યા, જાણો અંદરની વિગત

મિત્રો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ સંભળાઇ મોતની ચીસો, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની થઇ ગઈ દર્દનાક હત્યા…

અમેરિકામાં એક ભારતીય પરિવારનું અપહરણ કરીને હત્યા કર્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી હોવાની ખબર સામે આવી છે. અમેરિકાના ઈન્ડિયાનાપોલિસમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હોસ્ટેલમાં તેના જ કોરિયન રૂમમેટ દ્વારા હત્યા કરવામાં આવી છે. NBC ન્યૂઝ અનુસાર, પોલીસે બુધવારે જણાવ્યું કે આ ઘટના પરડ્યુ યુનિવર્સિટી હોસ્ટેલમાં બની હતી. મૃતક વિદ્યાર્થીનું નામ વરુણ મનીષ છેડા હતું અને તે માત્ર 20 વર્ષનો હતો. તેના રૂમમેટ જી મીન ‘જીમ્મી’ શાને પોલીસે કસ્ટડીમાં લીધો છે.

પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વરુણનું મોત શરીર પર ઘણી આઘાતજનક ઇજાઓને કારણે થયું હતું. વરુણના રૂમમેટ જી મિને પોતે લગભગ 12.45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને તેના મોત વિશે એલર્ટ કરી હતી. 22 વર્ષીય જી મીન જુનિયર સાયબર સિક્યુરિટી મેજર છે અને કોરિયાનો વિદ્યાર્થી છે. પોલીસે વરુણની હત્યાના આરોપમાં જી મિનની ધરપકડ કરી છે અને હાલમાં તે કસ્ટડીમાં છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જી મિને કરેલા ઈમરજન્સી કોલની વિગતો જાહેર કરી નથી.

પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિટ્ટે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું માનું છું કે આ હુમલો સંપૂર્ણપણે ઉશ્કેરણી વિનાનો અને અણસમજુ હતો. આ ઘટના મેકકચેન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. 911 પર કૉલ કર્યા પછી બીજી જ મિનિટે જી મિનની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ માટે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે વરુણ મનીષ મંગળવારે રાત્રે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો

ત્યારે મિત્રો સાથે વાત કરી રહ્યો હતો, આ દરમિયાન તેણે અચાનક બૂમો સાંભળી. વરુણ પરડ્યુ યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળના વિદ્યાર્થીનું મૃત્યુ ઘણી ગંભીર ઇજાઓને કારણે થયું હતું. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. વરુણની હત્યા બાદ પરડ્યુ યુનિવર્સિટીના અધ્યક્ષ ડેનિયલ્સે કહ્યું હતું કે વરુણનું મૃત્યુ એટલુ દુઃખદ છે કે અમે તેની કલ્પના પણ કરી શકતા નથી.

Shah Jina