અનુષ્કા શર્માએ વામિકા અને પતિ વિરાટ સાથે સેલિબ્રેટ કરી વિદેશી તહેવાર હેલોવીન પાર્ટી, પરીના ડ્રેસમાં જોવા મળી બેબી વામિકા

31 ઓક્ટોબરના રોજ હેલોવીનની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં ઉજવવામાં આવે છે. તે પૂર્વજોની આત્માની શાંતિ માટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો એવા કપડાં પહેરે છે અને મેક-અપ કરે છે જેથી તેઓ ડરામણા દેખાય. આવામાં હવે આપણા બોલિવુડ સેલેબ્સ કેમ પાર્ટી કર્યા વગર રહી જાય. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી હાલ દુબઈમાં છે. હાલમાં વિરાટ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન છે.

આ દરમિયાન દુબઈમાં વીકેન્ડ પર તમામ ક્રિકેટરો અને તેમના પરિવારના સભ્યોએ હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું. શનિવારે દુબઈની હોટલમાં યોજાયેલી આ ઈવેન્ટમાં ક્રિકેટરોના બાળકો અલગ-અલગ આઉટફિટમાં જોવા મળ્યા હતા. અનુષ્કાની દીકરી વામિકા પણ આ પાર્ટીમાં સામેલ થઇ હતી.

અનુષ્કા શર્મા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં, ક્રિકેટર ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનો પુત્ર અગસ્ત્ય પણ જોવા મળ્યો હતો જ્યારે વામિકા એન્જલ ફ્રોક અને હેડબેન્ડ પહેરીને ફ્લોર પર બેઠી હતી. આ બેબી વામિકાની પહેલી હેલોવીન પાર્ટી છે. જેમાં તે પરી બનીને બધાને ઇંમ્પ્રેસ કરતી જોવા મળી હતી.

પાર્ટીમાં હાર્દિક પંડ્યની પત્ની નતાસા સ્ટેનકોવિક અને તેમનો દીકરો અગસ્ત્ય ભૂતના ક્યૂટ ડ્રેસમાં જોવા મળ્તાયો હતો. ક્રિકેટર રોહિત શર્માની પુત્રી સમાયરા અને આર અશ્વિનની પુત્રીઓ આદ્યા-અકીરા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક ગ્રૂપ ફોટોમાં અનુષ્કા શર્મા વામિકાને પોતાના હાથમાં પકડીને વિરાટની બાજુમાં પોઝ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અનુષ્કા શર્માએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા હવે 10 મહિનાની છે. જોકે, અનુષ્કા અને વિરાટે હજુ સુધી વામિકાના ચહેરાને જાહેર કર્યો નથી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં થયા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. અત્યાર સુધી તેણે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કામ કરી શકે છે. નિર્માતા તરીકે, અનુષ્કા ઈરફાનના પુત્ર બાબિલ અભિનીત ફિલ્મ ‘કાલા’નું નિર્માણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@prithinarayanan)

Shah Jina