ભલે ઘણા દેશોના ભોજન વિશ્વમાં પ્રખ્યાત હોય, પરંતુ ભારતીય ભોજનની વિવિધતા અને સ્વાદ અલગ જ છે. અને એમાં પણ પાણીપુરી તો ભારતીયોના સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડમાંનું એક છે. એમાં ઘણા વિદેશીઓ પણ ભારતીય સ્ટ્રીટ ફૂડના દિવાના છે. જી,હા.. આનો જીવંત પુરાવો આ વીડિયો છે જે તાજેતરમાં વાઇરલ થયો છે અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
તાજેતરમાં આ વીડીયો ભારતની બહાર કોઈ ઈન્ટરનેશનલ ડેના નજારનો છે. જેમાં ભારતીય સ્ટોલ પર ભેલપુરીથી લઈને મીઠાઈઓ સુધી બધું જ હતું, પરંતુ પાણીપુરીએ બધાનું ધ્યાન ખેંચ્યું. જણાવી દઈએ કે આ વીડિયો એક ભારતીય એ બનાવ્યો છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બદતમીઝ દિલનું એક ગીત વાગી રહ્યું છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “તમે અમારા ગોરા મિત્રોને પહેલી વાર પાણીપુરીનો સ્વાદ ચખાડ્યો.” પહેલા આપણે ચશ્માવાળી એક ગોરી છોકરીને પાણીપુરી ખાતા જોઈએ છીએ. આ પછી ઘણા લોકોને પાણીપુરી ખાતા બતાવવામાં આવે છે. પાણીપુરી મોંમાં મૂકતાની સાથે તેમને કેવો સ્વાદ લાગ્યો તેના રિએક્શન અદ્ભુત જોવા મળે છે.
View this post on Instagram
આ વીડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તે એક ભારતીયએ પોસ્ટ કર્યો છે. જેમાં તેણે લખ્યું, “યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ ડે ખૂબ જ મજેદાર રહ્યો. અમારા ભારતીય સ્ટોલ પર ભેલ પુરીથી લઈને મીઠાઈઓ સુધી બધું જ હતું. પણ પાણીપુરી? ચોક્કસ ખાસ રહી. પહેલી વાર બધાને તે ટ્રાય કરતા જોવું એ પ્યોર ગોલ્ડ જેવું હતું. હા હા હા.”