વધુ એક અંજુની કહાની…જસપ્રીત બની જૈનબ, પાકિસ્તાનમાં ધર્મ બદલી કર્યા નિકાહ

ભારતીય મૂળની એક સિખ છોકરીએ પાકિસ્તાનના સિયાલકોટ જઇ મુસ્લિમ પ્રેમી સાથે નિકાહ કરી લીધા. નિકાહ પહેલા સિખ છોકરીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો. છોકરીના પિતા ભારતના પંજાબના લુધિયાણાના રહેવાસી છે અને હવે તે જર્મનીમાં રહેવા લાગ્યા છે. ભારતથી પોતાના પ્રેમ માટે પતિ અને બાળકોને છોડી પાકિસ્તાન ગયેલી અંજુની કહાનીને એકવાર ફરી ભારતની સિખ છોકરીએ દોહરાવી છે. ભારતના પંજાબથી સિયાલકોટ ગયેલી છોકરીનું નામ જસપ્રીત કૌર છે.

પ્રેમમાં દીવાના જસપ્રીત કૌરે પાકિસ્તાન જઇ પોતાનું નામ જૈનબ રાખી લીધુ છે. જસપ્રીતે પાકિસ્તાનના ગુંજરવાલાના રહેવાસી અલી અર્સલાન સાથે નિકાહ કર્યા છે. નિકાહની તસવીર પણ સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે મૌલવી નિકાહ પઢી રહ્યા છે. તસવીરમાં જસપ્રીત અને અલી અર્સલાન સિવાય વધુ એક છોકરો પણ જોઇ શકાય છે. રીપોર્ટ અનુસાર, જસપ્રીત કૌરની ઉંમર 38 વર્ષ છે, જસપ્રીત (જૈનબ)ને જામિયા હનાફિયા સિયાલકોટથી ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાનું પ્રમાણપત્ર પણ મળ્યુ છે.

16 જાન્યુઆરીએ જસપ્રીતને પાકિસ્તાનના વિઝા મળ્યા હતા, જે 15 એપ્રિલ સુધી માન્ય છે. જસપ્રીત કૌર પાસે મયુનિખથી જારી કરવામાં આવેલ ભારતીય પાસપોર્ટ પણ છે. જણાવી દઇએ કે, કેટલાક મહિના પહેલા ભારતની રહેવાસી અંજુ પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લાહના પ્રેમમાં દીવાની થઇ ગઇ હતી અને તે પોતાનું ઘર છોડી પાકિસ્તાન પહોંચી હતી.

આ દરમિયાન અંજુના નસરુલ્લાહ સાથેના ઘણા ફોટો પણ વાયરલ થયા હતા. જો કે, બાદમાં જુલાઇમાં પાકિસ્તાન ગયેલી અંજુ નવેમ્બરમાં ભારત પરત ફરી હતી. ભારત પરત ફર્યા બાદ તેણે કહ્યુ હતુ કે તે જલ્દી જ પોતાના ભવિષ્ય પર નિર્ણય કરશે અને તેણે દુબઇ જઇ નસરુલ્લાહ સાથે આગળની જિંદગી વીતાવવાની વાત કરી છે. જો કે, હાલ તો અંજુ ભારતમાં જ છે.

Shah Jina