“સરકાર અમારી કોઈ મદદ નથી કરી રહી, ઇન્ડિયન એમ્બેસી અમારા કોલ કટ કરી રહી છે !” વીડિયો શેર કરીને આ વિધાર્થીનીએ જણાવી આપવીતી, જુઓ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અંદર હજારો ભારતીય લોકો પણ યુક્રેનની અંદર ફસાયા છે, મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેનમાં ગયેલા વિદ્યાર્થીઓના એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા પણ આ વિધાર્થીઓને બચાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને વિધાર્થીઓની સુરક્ષાની જવાબદારી પણ સરકાર દ્વારા લેવામાં આવી છે, ત્યારે આવા સમયે ઘણા વિધાર્થીઓ કંઈક જુદી જ વાત કરતા જોવા મળી રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ એક વિધાર્થીનીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની આપવીતી સંભળાવતી હોવા મળી રહી છે.  વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વિધાર્થીની ઇન્ડિયન એમ્બેસીમાં કોઈ વિક્રમ કુમાર નામના વ્યક્તિને કોલ કરી રહી છે અને તે તેમના કોલનો જવાબ નથી આપી રહ્યા.

ત્યારબાદ યુવતી જણાવી રહી છે કે, “તે અમારા કોલ રિજેક્ટ કરી રહ્યા છે. તો અમે તેમને રોમાનિયન બોર્ડના ઘણા બધા વીડિયો મોકલ્યા છે જ્યાં છોકરીઓને બેરહેમીથી મરવામાં આવી છે અને તેમને હમણાં બપોરમાં જ અમને કહ્યું છે કે કિવના છોકરા જેટલા નીકળી શકે છે ટ્રેનથી નીકળી જાય બોર્ડર પર.”

આ યુવતી આગળ જણાવી રહી છે કે, “આ લોકો આવા સમયમાં અમને ગાઈડન્સ આપવાના બદલે અમારા કોલ કાપી રહ્યા છે. બધા જ દેશના બધાજ બાળકોને તેમના દેશે કાઢી લીધા છે પરંતુ પરંતુ ભારતીય સરકાર અમારા માટે કઈ નથી કરી રહી.” તે એમ પણ કહી છે કે બોર્ડર અમારે ત્યાંથી 800 કિલોમીટર દૂર છે. હવે અમે ત્યાં કેવી રીતે પહોંચી શકીએ ?”

વીડિયોમાં દેખાઈ રહેલી આ યુવતી એમ પણ કહી છે કે તમે ભારતીય મીડિયા ઉપર વિશ્વાસ  ના કરશો, તેને ભારતના લોકોને અપીલ કરી છે કે ભારત srlar અમારી મદદ નથી કરી રહી, તમે પ્રદર્શન કરશો ત્યારે જ અમે 20થી 30 હજાર ભારતીય સ્ટુડન્ટ બહાર નીકળી શકીશું. જય હિન્દ જય ભારત.” સોશિયલ મીડિયામાં હવે આ યુવતીનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel