4 નંબરને જોઈને ભલભલાંનો મગજ છટકશે, ભારતીય થઈને પાકિસ્તાનીઓ સાથે કર્યું લફરું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વેર-ઝેર કેમ ના હોય પરંતુ સરહદની બંને તરફ પ્રેમના ફૂલ પણ ખીલ્યા છે. ભલે પછી તે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક હોય કે પછી રીના રોય અને મોહસીન ખાન.
આ એ નામ છે જેમણે સરહદ પાર કોઈની જોડે પ્રેમ થયો અને તેમણે તેમની જોડે જ આગળની જિંદગી જીવવાનું નક્કી કર્યું. તેમજ બીજા કેટલાક નામ પણ છે જેને પાડોશી દેશમાં પ્રેમ તો થયો પરંતુ કોઈને કોઈક કારણોસર લગ્ન થઇ શક્યા નહિ.
1. રીના રોય : બોલિવૂડ અભિનેત્રી રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાનને તેમનો હમસફર બનાવ્યો. શત્રુઘ્ન સિન્હા જોડે બ્રેકઅપ થયા પછી રીના રોયે મોહસીન જોડે લગ્ન કરી પાકિસ્તાન જતી રહી હતી.
2. સોનાલી બેન્દ્રે : પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઝડપી બોલર રહી ચૂકેલા શોએબ અખ્તરનું દિલ ઇન્ડિયન અભિનેત્રી સોનાલી બેન્દ્રે પર આવ્યું હતું. બંનેના રિલેશનની ઘણી બધી ખબરો છપાઈ હતી. જોકે થોડા સમય પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.
3. સલમાન ખાન : સલમાન ખાન પણ ક્યારેક પાકિસ્તાની અભિનેત્રી સોમી અલીના પ્રેમમાં પડ્યા હતા. કહેવામાં આવે છે કે બંનેનું રિલેશન કંઈક 8 વર્ષ સુધી ચાલ્યું હતું. તેના પછી બંને અલગ થઇ ગયા હતા.
4. સાનિયા મિર્ઝા : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પણ પાકિસ્તાનમાં તેમનો પ્રેમ મળ્યો. તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જે વાયરલ થઇ જાય છે. આ વખતે પણ કંઇક આવું જ થયું છે. સાનિયા મિર્ઝાએ તેની નાની બહેન અનમ મિર્ઝાના જન્મદિવસ પર તેના માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બહેનના જન્મદિવસ પર તેને સમર્પિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે.
ગયા વર્ષે સાનિયા મિર્ઝાના મોટાપાને લઈને ઘણા લોકો ચર્ચાઓ કરી રહ્યા હતા. સાનિયા જયારે ગર્ભવતી હતી એ સમયે અને બાળકના જન્મ પછી ખુબ જ જાડી થઈ ગઈ હોવાની વાતો લોકો આ સમયમાં કરતા રહ્યા જેનો જવાબ થોડા સમય પહેલા જ એક કાર્યક્રમ દરમિયાન સાનિયાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સાનિયાએ કહ્યું કે “પ્રેગ્નેન્સી દરમિયાન લોકો મને જાડી કહીને ટ્રોલ કરી રહ્યા હતા.
લોકોને એ વાતની સમજ નથી પડતી કે પ્રેગ્નેન્સી દરમિયાન આપણી અંદર પણ એક જીવ ઉછરી રહ્યો છે. લોકોને બસ તમને જોઈને તમારા ઉપર કોમેન્ટ કરવી હોય છે. આ વાત સમજવા જેવી છે કે પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાના શરીરમાં ઘણાબધા બદલાવ આવે છે.” સાનિયાએ આગળ જણાવ્યું કે: તેને પોતાનું જીવન ખુબ જ ફિટ અને સ્વસ્થ રહીને વિતાવ્યું છે,
તેવામાં દીકરા ઈજહાનના જન્મના 3 અઠવાડિયા પછી જ તેને કસરત કરવાની શરૂ કરી દીધી હતી. તેન માત્ર 4 મહિનામાં 26 કિલો વજન ઓછું કર્યું હતું. પરંતુ આજે પણ તેને પોતાના મોટાપા ઉપર લોકો વાતો કરે છે તે આજે પણ પસંદ નથી.