BREAKING : જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું હેલીકૉપ્ટર થયું ક્રેશ, પત્ની સમેત 14 લોકો હતા સવાર, 4 શબ મળી આવ્યા

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલીકૉપ્ટર ક્રેશ થયું છે. જાણવા મળી રહ્યું છે કે સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત 14 લોકો આ હેલીકૉપ્ટરમાં સવાર હતા. આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે અને ચાર મૃતદેહ મળી આવ્યા હતા. વાયુસેનાએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ હેલીકૉપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત, તેમના ડિફેન્સ સ્ટાફ સહિત બ્રિગેડિયર એસ. આલે. લિડર, લેફ્ટનન્ટ જનરલ. બચાવાયેલા લોકોને સારવાર માટે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યા છે.

પ્રારંભિક માહિતી અનુસાર CDS બિપિન રાવત તેમની પત્ની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. વેલિંગ્ટનમાં સશસ્ત્ર દળોની કોલેજ છે. ત્યાં સીડીએસ રાવતે લેક્ચર આપ્યું હતું. તે સુલુરથી કુન્નુર પાછા જઈ રહ્યા હતા. ત્યાંથી તેમને દિલ્હી જવા રવાના થવાનું હતું. પરંતુ ગાઢ જંગલમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે હજુ સુધી આર્મી દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

Niraj Patel