ઇંગ્લેન્ડની રૂપાળી દૂધ જેવી હેલન આપી બેઠી આ ભારતીયને દિલ, મંદિરમાં ઈશ્વરને સાક્ષી માનીને આ કપલે લીધા લગ્નના 7 ફેરા, જુઓ તસવીરો

ઇંગ્લેન્ડની દુલ્હન આવી ભારતીય મુરતિયા સાથે લગ્ન કરવા ભારત, અનોખી છે પ્રેમ કહાની, લગ્નની તસવીરો થઇ વાયરલ, જુઓ

પ્રેમમાં આજે અંતરનું કોઈ મહત્વ નથી. આજે સોશિયલ મીડિયા થકી પણ કોઈ દૂર દેશના યુવક-યુવતીઓને એકબીજા સાથે પ્રેમ થઇ જતો હોય છે, ઇન્ટરનેટ પર ઘણી પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે, જે પ્રેમથી લઈને લગ્ન સુધી પણ પહોંચતી હોય છે, કોઈ કન્યા વિદેશથી ભારતીય મુરતિયાને પ્રેમ કરીને તેની સાથે લગ્ન કરવા આવતી હોય છે તો કોઈ વિદેશી યુવક ભારતીય યુવતી સાથે લગ્ન કરવા ભારત આવતો હોય છે અને અહીંયા બંને હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્નના બંધનમાં બંધાતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં છે, જેમાં ઇંગ્લેન્ડની એક યુવતીએ ઝારખંડના દેવધરમાં વિશ્વાસ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ બાબા વૈદ્યનાથ ધામ મંદિરમાં એક ભારતીય યુવક સાથે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા. જેમની પ્રેમ કહાની અને લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યા છે.

બિહારના બાંકા જિલ્લામાં આવેલા લુરીતાંડ ગામનો રહેવાસી અમિત કુમાર અમેરિકામાં એન્જીનીયર છે. અમિતને ઇંગ્લેન્ડની હેલન સાથે પ્રેમ થઇ.ગયો  હેલનને પણ અમિત સાથે પ્રેમ થયો અને બંનેએ પોતાના પ્રેમને આગળ વધારવા માટે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. જેના બાદ બંનેના પરિવારજનો ભારત આવ્યા અને પરિવારની હાજરીમાં જ લગ્ન કર્યા.

આ  લગ્નને લઈને વરરાજાના પિતા સુરેશ રાયે જણાવ્યું કે, “અમેરિકામાં રહેતા જ અમિતની મુલાકાત હેલન સાથે થઇ હતી. જેના બાદ તેમની વચ્ચે પ્રેમ થયો અને તેમને લગ્ન કરવાનું નક્કી કર્યું અને પરિવારને પણ જાણ કરી. તેમના આ નિર્ણયથી પરિવાર પણ ખુશ હતો. જેના બાદ હેલનના માતા-પિતા પણ રાજી થયા અને પરિવારની હાજરીમાં જ બંનેના લગ્ન સંપન્ન થયા.

Niraj Patel