આજના સમયમાં પ્રેમ કોને ક્યાં અને ક્યારે થઇ જાય એ કોઈ નથી જાણતું. તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ જોઈ હશે જેમાં નાની ઉંમરના લોકોને મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય તો કેટલીક યુવા છોકરીઓ વૃદ્ધ વ્યક્તિને પ્રેમ કરી બેસે છે અથવા તો કેટલીય પ્રેમ કહાનીઓ સરહદ પાર પણ પાંગરતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કેટલીક પ્રેમ કહાનીઓ સતત ચર્ચામાં છે. જેમાં પહેલી ચર્ચા પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત પોતાના પ્રેમી માટે આવેલી સીમાની તો તે પછી રાજસ્થાનની અંજુની.
અંજુ પોતાના બાળક અને પતિને છોડીને પાકિસ્તાન પોતાના પ્રેમી માટે ચાલી ગઈ, ત્યારે આ બધા વચ્ચે જ હવે વધુ એક પ્રેમ કહાની ચર્ચામાં આવી છે. કેરળની શ્રીજા ગોપાલને પાકિસ્તાનના તૈમુર તારિક સાથે પ્રેમ થઇ જતા બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જો કે, તેમની કહાની હાલમાં ચર્ચામાં આવી છે. રહેતા શ્રીજા અને તૈમૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.
આ કપલ શારજાહમાં મળ્યા હતા, જ્યાં બંને કામ કરે છે. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને 2018માં લગ્ન કરી લીધા. કેરળની રહેવાસી શ્રીજા ગોપાલ અને પાકિસ્તાનના તૈમુર તારિકને પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હતો. વ્યવસાયે નર્સ શ્રીજા વર્ષ 2010માં જોબ માટે UAEના શારજાહ ગઇ હતી. પાકિસ્તાનનો રહેવાસી તૈમુર ત્યાં બિઝનેસ કરતો હતો.
તૈમુર ઘણીવાર ક્લિનિક જતો હતો જ્યાં શ્રીજા કામ કરતી હતી. જ્યાં શ્રીજા જોબ કરતી હતી, ત્યાં નજદીકમાં જ તૈમુરની કંપની હતી. શ્રીજા અને તૈમુરની મુલાકાત થઇ અને તે બાદમાં પ્રેમમાં પરિણમી. શ્રીજા UAE ગયા પહેલા લખનઉ ગઇ હતી અને ત્યાં તેણે હિન્દી ભાષા શીખી હતી. તેનું કહેવુ છે કે હિન્દીએ બંનેને નજદીક લાવવામાં મદદ કરી. તૈમુરે જ્યારે શ્રીજાને પ્રપોઝ કર્યુ તો તેણે વિચાર્યા વગર જ હા પાડી દીધી.
વર્ષ 2014માં શ્રીજાના વિઝા એક્સપાયર થઇ ગયા અને તેને ભારત પરત ફરવું પડ્યુ. જો કે, કેટલાક સમયમાં તેને Yemenમાં જોબ મળી ગઇ પણ લડાઇ દરમિયાન Yemen છોડવું પડ્યુ. આ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં રહ્યા. બંનેએ વર્ષ 2018માં Ajman કોર્ટમાં લગ્ન કરી લીધા. શ્રીજા હજુ સુધી પાકિસ્તાન નથી ગઇ પણ તૈમુર બે વાર ભારત આવી ચૂક્યો છે.