ક્યારેક રીક્ષા ચલાવતો હતો અને આજે છે ભારતનો સૌથી મોટો કાર ચોર, 5000 હજાર ગાડીઓ, 3-3 પત્નીઓ, અઢળક સંપત્તિ, આ રીતે આવ્યો પોલીસના હાથમાં

પોલીસના હાથમાં આવ્યો ભારતનો સૌથી મોટો કાર ચારો, 5000 ગાડીઓ ચોરવાનો આરોપ, જુઓ કેવી હતી તેની લકઝરી લાઈફ સ્ટાઇલ

ગુજરાત સમેત આખા દેશમાં ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણા લોકો ઘરમાં અને દુકાનોમાં ચોરી કરતા હોય છે તો ઘણા લોકો વાહનોની ચોરી પણ કરી લેતા હોય છે. ઘણા લોકો રસ્તાની સાઈડમાં વાહન પાર્ક કરીને જાય છે અને ચોર તેની ચોરી કરી લેતો હોય છે. તો ઘણા શાતીર ચોર કારની પણ ચોરી કરતા હોય છે. હાલ એવા જ એક ભારતના સૌથી મોટા કાર ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

દિલ્હી પોલીસે દેશના સૌથી મોટા કાર ચોર અનિલ ચૌહાણને પકડી લીધો છે. અનિલના માથા પર 5000થી વધુ કાર ચોરી કરવાનો આરોપ છે. દિલ્હીની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસના સ્પેશિયલ સ્ટાફ દ્વારા તેની આસામમાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી શ્વેતા ચૌહાણના જણાવ્યા અનુસાર, આરોપી અનિલ ચૌહાણ 27 વર્ષથી ગુનાની દુનિયામાં છે અને તેના પર કાર ચોરી ઉપરાંત હત્યા, આર્મ્સ એક્ટ અને દાણચોરીના 180 કેસ નોંધાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી અનિલ ચૌહાણ પણ આસામ સરકારમાં વર્ગ-1નો કોન્ટ્રાક્ટર છે.

ડીસીપી શ્વેતા ચૌહાણના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ આરોપી અનિલ ચૌહાણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. ઈડીએ પીએમએલએ હેઠળ દરોડા પાડીને અનિલ ચૌહાણની સંપત્તિ પણ જપ્ત કરી હતી. અનિલ ચૌહાણની ધરપકડ દરમિયાન તેની પાસેથી 6 દેશી બનાવટની પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અનિલ ચૌહાણના પિતા આર્મીમાં લેફ્ટનન્ટ દેશરાજ ચૌહાણ હતા. અનિલે હાલમાં આસામના તેજપુરમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેણે 90ના દાયકામાં કાર ચોરી શરૂ કરી હતી, મોટાભાગની કાર (મારુતિ 800) અનિલ દ્વારા ચોરાઈ હતી. અનિલ ચૌહાણ કારની ચોરી કરીને જમ્મુ-કાશ્મીર, નેપાળ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વેચતો હતો, તે પણ બનાવટી દસ્તાવેજોના આધારે. આ પહેલા પણ દિલ્હી પોલીસ સિવાય અનિલ ચૌહાણની પૂર્વોત્તર રાજ્યોની પોલીસ દ્વારા ભૂતકાળમાં અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ ચૌહાણે કાર ચોરીના ધંધામાં અઢળક સંપત્તિ મેળવી છે. તેમની મિલકતો દિલ્હી, મુંબઈ અને પૂર્વોત્તર રાજ્યોમાં છે. EDએ તેની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

ડીસીપી શ્વેતા ચૌહાણના જણાવ્યા અનુસાર, 1990માં તે દિલ્હીના ખાનપુર વિસ્તારમાં રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવતો હતો, ત્યારબાદ તે ગુનાની દુનિયામાં આવ્યો અને તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તાજેતરના સમયમાં અનિલ ચૌહાણ હથિયારોની દાણચોરી, ગેંડાના શિંગડાની તસ્કરીમાં સંડોવાયેલો હતો. અનિલ ચૌહાણ પણ તેની પત્ની અને 7 બાળકો સાથે આસામમાં રહેતો હતો. વર્ષ 2015માં આસામ પોલીસે તત્કાલિન ધારાસભ્યની સાથે અનિલ ચૌહાણની પણ ધરપકડ કરી હતી.

Niraj Patel