ઇન્કમ ટેક્સની રેડ કરવા માટે અધિકારીઓ અપનાવી ફિલ્મી સ્ટાઇલ, 100થી વધુ ગાડીઓમાં જોડી જાન, “રાહુલ vs અંજલિ”ના લગ્નના નામ પર અધધધ કરોડની સંપત્તિ ઝડપી..જુઓ

390 કરોડની બેનામી સંપત્તિ પર રેડ પાડવા માટે અધિકારીઓએ ઘડ્યો માસ્ટર પ્લાન, નગરજનોને લાગ્યું કે જાન આવી છે અને પછી… જુઓ

Jalna IT Raid : તમે ફિલ્મોમાં એવા ઘણા દૃશ્યો જોયા હશે જેમાં ઇન્કમ ટેક્સ ઓફિસર રેડ કરવા માટે અલગ અલગ નુસખા વાઓરતા હોય છે, ત્યારે આવી ફિલ્મોને જોઈને આપણને એમ થાય કે આવી કહાનીઓ ફક્ત ફિલ્મોમાં જ સર્જાતી હોય છે. પરંતુ હાલ એક એવી જ રિયલ કહાની સામે આવી છે, જે ફિલ્મી કહાની કરતા પણ ચડિયાતી છે.

મહારાષ્ટ્રના જાલનામાં ઉદ્યોગપતિના ઘરે ઈન્કમટેક્સ વિભાગના આ અનોખા દરોડાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને જ્યારે દરોડામાં નોટોના બંડલ અને સોનાના દાગીના બહાર આવવા લાગ્યા ત્યારે તેની ગણતરી કરનારા અધિકારીઓની આંખો પણ ફાટી ગઈ હતી. આવકવેરા વિભાગે 3 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના જાલનામાં અનેક સ્થળોએ દરોડા પાડીને ઉદ્યોગપતિની રૂ. 58 કરોડ રોકડ અને 32 કિલો સોના સહિત રૂ. 390 કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી હતી.

આ રકમની ગણતરી કરવામાં 13 કલાકનો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગના 300 અધિકારીઓએ સ્ટીલ ઉદ્યોગપતિની અનેક કંપનીઓ અને ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કેટલાક દસ્તાવેજો, 32 કિલો સોનું, 58 કરોડની રોકડ રકમ મળી આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા 390 કરોડ રૂપિયાની કુલ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ 3 ઓગસ્ટની સવારે આવકવેરા વિભાગના 100થી વધુ વાહનો જાલનામાં પ્રવેશ્યા હતા. લગ્ન સમારોહના ‘રાહુલ વેડ્સ અંજલિ’ના સ્ટીકરો વાહનો પર ચોંટાડવામાં આવ્યા હતા. સેંકડોની સંખ્યામાં આવતા આ વાહનોમાં 400થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સવાર હતા.

વાહનોના આટલા મોટા કાફલાને જોઈને જાલનાના રહેવાસીઓને પહેલા તો કંઈ સમજાયું નહીં. આ વાહનો કોઈ લગ્ન સમારંભ માટે આવ્યા હશે એવું તેમને લાગ્યું. પરંતુ લોકોને આ મહિનામાં લગ્ન પ્રસંગની વાત થોડી વિચિત્ર લાગી.જોકે થોડા સમય પછી ખબર પડી કે સેંકડો વાહનોમાં આવેલા લોકો લગ્નની જાન નથી, તેઓ આઈટી ઓફિસર છે અને લગ્ન પ્રસંગના નામે દરોડો પાડવા માટે આવ્યો હતો.

લોકોને એવું લાગ્યું કે જાણે વાહનો કોઈના લગ્નમાં જતા હોય. તમામ વાહનોને ઓળખવા માટે કોડ વર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોડ શબ્દ હતો  અમે કન્યાને લઈ જઈશું. ફિલ્મી ઢબે દરોડામાં આવકવેરા વિભાગને મોટી સફળતા મળી.

Niraj Patel