ખબર

અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું 77 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન, બોલીવુડમાં વ્યાપી શોકની લાગણી

બોલીવુડમાં ગબ્બર સિંગના નામથી જાણીતા અભિનેતા અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું 77 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ઈમ્તિયાઝ ખાન પ્રખ્યાત અભિનેત્રી કૃતિકા દેસાઈના પતિ હતા. 15 માર્ચના રોજ હૃદય રોગના હુમલો થતા જ તેમને મુંબઈમાં પોતાના નિવાસ સ્થાન ઉપર છેલ્લા શ્વાસ લીધા હતા.

Image Source

ઈમ્તિયાઝ ખાનના મૃત્યુને લઈને બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. ઘણા અભિનેતોઓએ ઈમ્તિયાઝને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રખ્યાત અભિનેતા જાવેદ જાફરીએ પણ પોતાના ટવીટરના માધ્યમથી સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલિ આપી છે.

જાવેદ જાફરીએ અમજદ ખાન સાથે ઈમ્તિયાઝ ખાનનો એક ફોટો પોસ્ટ કરતા સાથે લખ્યું છે કે: “સિનિયર અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું નિધન, એમની સાથે મેં ગેંગમાં કામ કર્યું હતું, મઝાના અભિનેતા અને એક સુન્દ્રાર માણસ, ભગવાન તમારી આત્માને શાંતિ આપે ભાઈ.”

Image Source

આ સિવાય પણ બોલીવુડની અભિનેત્રી અંજુ મહેન્દ્રએ પણ ઈમ્તિયાઝ ખાનના નિધન ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપીને યાદ કર્યા હતા. અંજુએ એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં અમજદ સાથે ઈમ્તિયાઝ અને પરિવાર પણ નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Anju Mahendroo (@anjumahendroo) on

અંજુએ આ પોસ્ટની અંદર લખ્યું છે કે “એક સમયની વાત છે!! મારા મિત્ર ઈમ્તિયાઝ ખાન ભગવાન તમારી આત્મનને શાંતિ આપે” આ રીતે ઘણા બૉલીવુડ અભિનેતાઓએ તેમના નિધન માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

Image Source

ઈમ્તિયાઝ ખાન એક સારા અભિનેતાની સાથે એક ડાયરેક્ટર પણ હતા તેમને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પત્ની કૃતિકા પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે. તે પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
Author: GujjuRocks Team