મહિલાએ પોલિસ સ્ટેશનમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યુ સસરા નહિ પણ તેમના મિત્ર સાથેના સંબંધથી પેદા થયો છે મારો પતિ

અમદાવાદી વહુએ ભાંડો ફોડ્યો, કહ્યું કે સસરાના મિત્ર સાથે હતો મારી સાસુનો સંબંધ, તેનો જ અંશ છે મારો પતિ પછી જે થયું

ગુજરાતના અમદાવાદમાં મહિલાએ પોલિસને આઇપીસીની ધારા 498(એ), 294(બી), 323 અને 114 લગાવી કેસ દાખલ કર્યો છે. દહેજના આ કેસમાં પત્નીએ એ પણ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ એ અવૈધ સંતાન છે. તેની સાસુનું સસરાના મિત્ર સાથે અફેર હતુ અને તેમનાથી જ પતિનો જન્મ થયો છે.

અવાર-નવાર સંબંધને શર્મસાર કરે તેવી અને અવૈધ સંબંધની ખબરો સામે આવતી હોય છે. પરંતુ અમદાવાદમાં એક મહિલાએ તેની સાસુના સંબંધનો ખુલાસો કર્યો છે અને કહ્યુ કે તેનો પતિ એ તેની સાસુ અને તેના પ્રેમીના સંબંધથી પેદા થયો છે. મહિલાના વગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્ન બાદ તેની સાસુએ જણાવ્યુ હતુ કે, તેનો પતિ તેની સાસુ અને સસરા નહિ પરંતુ સાસુ અને પ્રેમીની સંતાન છે. મહિલાનો આરોપ છે કે, તેની સાસુનું તેના સસરાના મિત્ર સાથે અફેર હતું. તેનો પતિ આ અફેરનું જ પરિણામ છે.

પોલિસે 25 વર્ષની મહિલાની ફરિયાદ આધારે 6 લોકોને આરોપી બનાવી આ મામલાની તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં મહિલાનો પતિ, તેની સાસુ, તેના સસરા, અને સાસુનો કથિત પ્રેમી પણ સામેલ છે. મહિલાએ તેની સાસુ અને તેના પ્રેમી પર દારૂ પીવાના અને ઘણીવાર તેમના ઘરે જ પાર્ટીઓનું આયોજન કરવાના આરોપ લગાવ્યા છે. પાર્ટી બાદ તેઓ બંને વચ્ચે સંબંધની પણ વાત કહી હતી.

ફરિયાદી મહિલાએ જણાવ્યુ કે, મારા લગ્ન બાદ પતિ અને સાસરાવાળા મને દહેજ માટે પરેશાન કરતા હતા. તેઓ કહેતા હતા કેે, તેના પિતાએ દહેજમાં કંઇ આપ્યુ નથી એટલે તેને તેના માતા-પિતાના ઘરે મૂકી આવો. તેઓ તેના પિતાનું ઘર તેમના નામે કરાવવાની માંગ રાખી રહ્યા હતા.

મહિલાએ તેની ફરિયાદમાં એ પણ આરોપ લગાવ્યો છે કે, ગર્ભવતી થયા બાદ તેના સાસરાવાળાએ તેને લિંગ પરિક્ષણ માટે મજબૂર કરવાની કોશિશ કરી. તેણે જયારે આ વાત માટે ના કહી તો તેને મારવામાં આવી હતી. બાદમાં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. તેણે કહ્યુ કે, જાન્યુઆરીમાં તેનો પતિ તેની દીકરીને લઇને તેની સાસુ પાસે ગયો અને સાસુ અને તેનો પ્રેમી દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને તેઓ જયારે પાછા આવ્યા ત્યારે તેની દીકરીને સિગરેટ અને દારૂની ગંધ આવી રહી હતી. જયારે તેણે આ વાત પર વિરોધ કર્યો તો તેના પતિએ તેને મારીને ઘરેથી નીકાળી દીધી.

તેણે જયારે દીકરીને જન્મ આપ્યો તો, તેની સાસુ અને તેનો પ્રેમી કહેવા લાગ્યા કેે તેને તેના ઘરે મૂકી આવો કારણ કે તેના ઘરવાળાએ તો તેને કંઇ આપ્યુ નથી. જે કારણે ભરણ-પોષણ માટે તેને તેના ઘરે મૂકી આવ્યા. તેનો પતિ તેના સાથે બાળકીને લઇ ગયો અને તે તેના પિયરમાં રહે છે. પતિ તેની સાસુ તેની દીકરી સામે રોજ દારૂ પાર્ટી કરે છે.

Shah Jina