અમદાવાદથી મુંબઈ ભણવા ગયેલા 18 વર્ષના IIT વિદ્યાર્થીએ હોસ્ટેલની બિલ્ડીંગ પરથી 7માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, પરિવારે કહ્યું “તેની હત્યા થઇ છે…” જાણો સમગ્ર મામલો

હે ભગવાન, સૌથી ફેમસ IITમાં અમદાવાદના દર્શન સોલંકીએ કરી આત્મહત્યા, પપ્પાએ કહ્યું, જાતિને લીધે ત્યાં રેગિંગ થતું, આ હત્યા છે, જુઓ તસવીરો

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને યુવા પેઢી દ્વારા આપઘાત કરવાના મામલાઓ ચિંતાજનક બની રહ્યા છે. ઘણા યુવાનો પરિવારજનો દ્વારા ઠપકો આપવાના કારણે કે પરીક્ષામાં નાપાસ થવાના કારણે અથવા તો હોસ્ટેલ કે શાળામાં કોઈ દ્વારા હેરાનગતિ કરવાને લઈને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

IIT બોમ્બેના એક 18 વર્ષીય વિદ્યાર્થીનું રવિવારે બપોરે પવઈમાં સંસ્થાના કેમ્પસમાં તેની હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને મોત થયું હતું. ઘટના બાદ કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. જો કે તપાસ ચાલુ છે. એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાયો હતો.

પોલીસે જણાવ્યું કે, દર્શન સોલંકી નામનો બીટેકનો વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો. તેણે ત્રણ મહિના પહેલા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો અને શનિવારે તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. પવઇ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થીએ અભ્યાસના દબાણમાં આ પગલું ભર્યું કે કેમ. તો અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારજનોનો આક્ષેપ છે કે તે ભણવામાં હોશિયાર હતો અને દલિત હોવાના કારણે તેને લોકો હેરાન કરતા હતા અને તેની હત્યા કરી દેવામાં આવી છે.

દર્શનના પરિવારમાં માતા-પિતા, એક બહેન અને દાદા-દાદી છે. તે અમદાવાદના મણિનગરમાં આવેલી મ્યુનિસિપલ ક્વોટર્સમાં રહે છે. દર્શન ભણવામાં ખુબ જ હોશિયાર હતો ધોરણ 12 બાદ તેને JEEની પરીક્ષા આપી હતી પરંતુ મેરિટમાં ના આવતા ફરીવાર મહેનત કરી અને પરીક્ષા પાસ કરી. તેનું IITમાં ભણવાનું સપનું હતું અને તેથી જ તેણે દિવસ રાત મહેનત કરીને JEEમાં પ્રવેશ મેળવ્યો હતો.

દર્શનના પિતા રમેશભાઈને એક પછી એક ત્રણ ફોન આવ્યા હતા. જેમાં પહેલા ફોનની અંદર તેમને દર્શનનો અકસ્માત થયો હોય તાત્કાલિક મુંબઈ આવવાનું કહેવામાં આવ્યું. તે તૈયારી કરતા હતા અને ત્યારે જ બીજા ફોનમાં પત્નીને પણ સાથે લઈને આવવાનું કહ્યું. જેના બાદ ત્રીજા ફોનમાં તેમને ફ્લાઇટમાં આવવાનું જણાવતા જ તેમને કઈ ખોટું થયાનો અંદેશો આવ્યો હતો અને તેઓ તાત્કાલિક ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા.

તો આ મામલે દર્શનની માતાએ જણાવ્યું કે મારા દીકરાએ 12 વાગે ફોન કરીને કહ્યું હતું કે મમ્મી હું ફરવા માટે જાઉં છું અને 3 વાગે ખબર પડી કે તેને કઈ થયું છે. અમે જયારે ત્યાં પહોંચ્યા ત્યારે મારા દીકરાનું મોત થયું હતું. મારો એકનો એક દીકરો જતો રહ્યો. હવે કોનો આધાર. મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. છૂટક મજૂરી કરીને અમે તેને ભણાવ્યો, તેનું સપનું કેમિકલ એન્જીનીયર બનવાનું હતું. પિતાનું નામ રોશન કરવાનું હતું, પરંતુ મારો દીકરો જ ના રહ્યો.

Niraj Patel