આ IAS ઓફિસરે કર્યું ગજબનું બોડી ટ્રાન્સમિશન, વ્યસ્ત શિડ્યુલમાં પણ ઘટાડ્યું એ રીતે 13-14 કિલો વજન કે બની ગયા આજે હજારો લોકો માટે પ્રેરણા સ્ત્રોત

ગમે તે ઉંમર હોય, પરંતુ દરેક ઉંમરના લોકોએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. જો શરીર ફીટ હશે તો કોઈ રોગ નહીં થાય અને જો રોગ ન હોય તો રોજિંદા કાર્યો સરળતાથી કરી શકશો. આજના સમયમાં વધતું વજન એ એક મોટી સમસ્યા છે. વધારે વજન અથવા મેદસ્વી હોવાને કારણે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, કિડની રોગ, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક જેવા અનેક રોગોનું જોખમ વધે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાનું વજન જાળવી રાખવું જોઈએ અને જો વજન વધી ગયું હોય તો તેને ઘટાડવું જોઈએ.

વ્યસ્ત જીવન અને ખાવાની ખોટી આદતોને કારણે લોકોનું વજન વારંવાર વધી જાય છે અને પછી તેને ઓછું કરવા માટે શારીરિક પ્રવૃત્તિ અને ખાનપાન પર ધ્યાન આપવું પડે છે. એક IAS ઓફિસર એવા પણ છે, જેમણે પોતાના વ્યસ્ત શેડ્યૂલ પછી પણ પોતાને ફિટ રાખવાનો નિર્ણય લીધો અને પોતાને ફિટ રાખતા તેમનું વજન પણ લગભગ 13-14 કિલો ઘટ્યું. મીડિયા સાથે વાત કરતી વખતે, આ IAS અધિકારીઓએ તેમની ફિટનેસ જર્ની શેર કરી અને એ પણ જણાવ્યું કે જે લોકો જિમ નથી જતા તેઓ પોતાને કેવી રીતે ફિટ બનાવી શકે છે.

પોતાને ફિટ કરનાર IAS અધિકારીનું નામ સોનલ ગોયલ છે. 2008માં તે UPSCમાં ઓલ ઈન્ડિયામાં 13મો ક્રમ પ્રાપ્ત કર્યા પછી ભારતીય વહીવટી સેવામાં જોડાઈ. તેમની પ્રથમ પોસ્ટિંગ ત્રિપુરામાં સહાયક કલેક્ટર તરીકે હતી. હાલમાં તેઓ દિલ્હીના ત્રિપુરા ભવનમાં નિવાસી કમિશનરના પદ પર છે.

IAS સોનલ કહે છે, “દરેક વ્યક્તિ માટે ખાસ કરીને મહિલાઓ માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. ગર્ભાવસ્થા પછી સ્ત્રીઓનું વજન વધે છે, જે મારી સાથે પણ થયું છે. મેં 2009માં લગ્ન કર્યા, ત્યારપછી મારું વજન વધવા લાગ્યું. 2013માં જ્યારે મારું પહેલું બાળક જન્મ્યું ત્યારે હું ત્રિપુરામાં હતી ત્યારે મારું વજન ઘણું વધી ગયું હતું. કારણ કે પ્રેગ્નેંન્સી, પ્રસૂતિ અને હોર્મોનલ ફેરફારોને કારણે અમુક વજન વધવું સ્વાભાવિક હતું.”

તે આગળ જણાવે છે કે “તે પછી મેં હળવી કસરતો કરવાનું શરૂ કર્યું. જુલાઈ 2016માં હરિયાણા ઇન્ટર કેડર ડેપ્યુટેશન પર પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પછી 2017ના અંતમાં જ્યારે મારી પોસ્ટિંગ ઝજ્જરમાં થઈ, ત્યારે મેં ઘરે એરોબિક્સ, ઝુમ્બા, યોગ અને કેટલીક કસરતો કરવાનું શરૂ કર્યું. જેના કારણે વ્યસ્ત શેડ્યૂલ પછી પણ મેં થોડા સમયમાં 13-14 કિલો વજન ઘટાડ્યું અને હું મારા સાચા BMI સુધી પહોંચી ગઈ.”

જેમ જેમ મેં વજન ઘટાડ્યું, હું ખૂબ જ ઉત્સાહી અનુભવવા લાગી કારણ કે હું ફિટ થઈ રહી હતી. ત્યારપછી જ્યારે 2018માં બીજી પ્રેગ્નન્સી થઈ ત્યારે મેં ડોક્ટરની સલાહ પર યોગ અને એક્સરસાઇઝ કરી. મારા બીજા બાળકના જન્મ પછી, મેં પહેલા જેવી ફિટનેસ પાછી મેળવવાનું મન બનાવ્યું અને ઘણા પ્રયત્નો પછી, હું ફરીથી એવી જ થઈ ગઈ જેવી હું પ્રેગ્નન્સી પહેલા હતી.

IAS સોનલ કહે છે, મારો હેતુ વજન ઘટાડવાનો ન હતો, પરંતુ ફિટ રહેવાનો હતો. ઘરની ફરજો અને જવાબદારીઓ પછી મારા માટે સમય કાઢવો એ ખૂબ જ પડકારજનક હતું. પરંતુ મને ખુશી છે કે હું મારી જાતને ફિટ બનાવી શકી છું. હું ભવિષ્યમાં પણ આ સફર ચાલુ રાખીશ. વજન ઓછું કરવા માટે, મેં ડાયેટ નથી કર્યું, પરંતુ મારી ખાવાની આદતો બદલી. ફિટ રહેવા માટે મેં મારા આહારમાંથી જંક અને ફાસ્ટ ફૂડ કાઢી નાખ્યું હતું.

ઓફિસની મીટીંગોમાં હું ચા, કોફી, નાસ્તો લેવાનું ઓછું કરી દીધું હતું અને ઘરે બનાવેલા ખોરાકનો આગ્રહ રાખ્યો હતો. આ સિવાય તે શરીરની જરૂરિયાત મુજબ સલાડ, દાળ, રોટલી, ભાત ખાતી હતી. હું ખૂબ પાણી પીતી હતી. ચાલવા પર ભાર મૂકતી હતી અને આ સિવાય હું ઝુમ્બા, યોગા, પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરવા માટે સવારે સમય કાઢી લેતી હતી. પછી જેમ જેમ મેં વજન ઘટાડ્યું તેમ તેમ મેં મારી ખોવાયેલી ફિટનેસ પાછી મેળવી. હવે હું પહેલા કરતાં વધુ ઉત્સાહિત અનુભવું છું.

Niraj Patel