આ IAS ઓફિસરે રજૂ કરી એક નવી મિસાલ, લગ્નમાં સાસરી પક્ષને કરાવ્યો એટલો ખર્ચ કે તમને માનવામાં પણ નહીં આવે

IASના લગ્ન બન્યા મિસાલ, લગ્નનો ખર્ચ જાણીને સલામ ઠોકશો

લગ્ન એક ખુબ જ ખર્ચાળ પ્રસંગ છે. જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, વળી સમાજની અંદર પ્રવેશેલું દહેજ નામના દુષણમાં કેટલીય દીકરીઓના બાપ દેવાદાર પણ બની ગયા છે, રોજ બરોજ દહેજના ઘણા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ આ દરમિયાન એક આઈએએસ ઓફિસરે પોતાના લગ્નની અંદર દહેજ વિરુદ્ધ એક નવી મિસાલ કાયમ કરી છે.

યુપી કેડરના યુવા આઈએએસ અધિકારી પ્રશાંત નાગરે દહેજ લીધા વગર લગ્ન કરી અને એક નવી મિસાલ કાયમ કરી છે. અયોધ્યાના જોઈન્ટ મેજિસ્ટ્રેટના પદ ઉપર ફરજ બજાવી રહેલા પ્રશાંત નાગરે માત્ર 101 રૂપિયાના ખર્ચમાં જ લગ્ન કર્યા, જે હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય પણ બન્યા છે.

તેમને પોતાના લગ્નની અંદર ફક્ત 101 રૂપિયા શુકનની રીતે લઈને દિલ્હીની ડો. મનીષા ભંડારી સાથે લગ્નના સાત ફેરા ફર્યા. આ દરમિયાન તેમને કોરોનાના નિયમોનું પણ પાલન કર્યું હતું. તેમના લગ્નની અંદર ફક્ત 11 જાનૈયાઓ જ શામેલ થયા હતા.

કોરોનાના કારણે પ્રશાંત નાગરની માતાનું નિધન મે મહિનામાં થયું હતું. જેના કારણે તે પહેલાથી જ ખુબ જ દુઃખી હતા. સાથે જ તેમના પિતા પણ દહેજની વિરુદ્ધ હતા. તેમને જણાવ્યું કે તેમના બહેનના લગ્નમાં પણ દહેજ આપવામાં નહોતું આવ્યું. પ્રશાંતની બહેનના લગ્ન પણ ફક્ત 101 રૂપિયા શુકન આપીને જ કરવામાં આવ્યા હતા.

પ્રશાંતના પિતા રણજીત નાગરનું કહેવું છે કે લગ્નની અંદર વ્યર્થના ખર્ચ કરીને લોકોની વચ્ચે પોતાની હેસિયત બતાવવા કરતા સારી વાત છે કે આ પૈસા કોઈ જરૂરિયાતમંદ કન્યાઓના લગ્ન માટે વાપરવામાં આવે.

આજના સમયમાં જ્યાં લોકો દહેજ માટે બહેન દીકરીઓને પ્રતાડિત કરી રહ્યા છે અને લગ્નમાં મોટા મોટા દહેજ લઇ રહ્યા છે તેમના માટે આઈએએસ ઓફિસરના આ લગ્ન પ્રેરણા સમાન છે. પ્રશાંત નાગર અને ડોકટર મનીષાએ પ્રેમ લગ્ન કર્યા છે. અને પોતાની ફરજ દરમિયાન પણ બંનેએ ક્યારેય લાંચ નથી લીધી. તે બંનેએ લાંચ ના લેવાનો સંકલ્પ કર્યો છે.

Niraj Patel