જ્યોતિષે આ ખેડૂતના દીકરાને કહી દીધું હતું કે તું IAS નહીં બની શકે, પછી તેને કરી એવી મહેનત કે કોઈ તેની સફળતા ના રોકી શક્યું

સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ આપણે જોતા હોઈએ છીએ. ઘણા લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે ભલે તેમની સફળતા આપણે જોતા હોઈએ, પરંતુ એ જગ્યા ઉપર પહોંચવા માટે તેમને ખુબ જ મહેનત કરી હોય છે. અને તેમની આ કહાની સાંભળીને આપણને પણ ઘણી પ્રેરણા મળતી હોય છે.

આવી જ એક કહાની છે મહારાષ્ટ્રના એક નાના એવા ગામમાં રહેવા વાળા નવજીવન પવારની. જેમેણે જ્યોતિષની ભવિષ્યવાણીને પણ ખોટી સાબિત કરી બતાવી અને આઈએએસ બની ગયા. પરંતુ નવજીવન માટે આ સફર એટલી આસાન નહોતી. કારણ કે યુપીએસસીની પરીક્ષા પહેલા તે ખુબ જ બીમાર થઇ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા.

નવજીવન પવાર મહારાષ્ટ્રના નાસિક પાસેના એક નાના એવા ગામની અંદર રહે છે અને એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેના પિતા ખેડૂત છે. નવજીવનને બાળપણથી જ ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. તે બાળપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતા અને 12માં ધોરણ પછી સિવિલ એન્જીન્યરીંગની ડિગ્રી પણ મેળવી.

એન્જીન્યરીંગની ડિગ્રી પૂર્ણ થયા બાદ નવજીવન પવારે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો. જેમાં તેમના પિતાએ સાથ આપ્યો અને તેને તૈયારી માટે દિલ્હી મોકલી દીધો. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર નવજીવને જણાવ્યું હતું કે દિલ્હીમાં તેના એક શિક્ષક તેને એક જ્યોતિષ પાસે લઇ ગયા હતા. જ્યોતિષે તેને જણાવ્યું હતું કે 27ની ઉંમર પહેલા તે આઈએએસ નહીં બની શકે.

આ વાત નવજીવનને ખુબ જ ખૂંચી ગઈ અને તેને નક્કી કરી લીધું કે તે આ પરીક્ષાને પાસ કરીને જ રહેશે. પરંતુ આ સફર તેના માટે ખુબ જ મુશ્કેલ બની ગઈ અને પરીક્ષાના એક મહિના પહેલા નવજીવનને ડેન્ગ્યુ થઇ ગયો અને તેની તબિયત એટલી ખરાબ થઇ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

પરંતુ આ સમયે પણ નવજીવને હાર ના માની. હોસ્પિટલમાં દાખલ થવા છતાં પણ તેને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની મહેનત જોઈને ડોક્ટર પણ હેરાન રહી ગયા. નવજીવન જણાવે છે કે તેના એક હાથમાં ડોક્ટર ઇન્જેક્શન લગાવતા હતા અને મારા બીજા હાથની અંદર પુસ્તક હતું.

બીમારીથી લડીને સાજા થયા બાદ નવજીવને પહેલા પ્રયત્ને જ પ્રિલિમ્સ ક્લિયર કરી દીધી. નવજીવન જણાવે છે કે “રિઝલ્ટ આવ્યા બાદ તે ઇન્ટરવ્યૂની તૈયારી કરવા લાગ્યો. તે સમયે મારા મનમાં વિચાર આવ્યો કે જયારે કોઈ મારુ ભવિષ્ય જણાવી શકે છે તો હું મારુ ફ્યુચર કેમ ના બદલી શકું ?”  આખરે નવજીવનનો સફળતા મળી અને તેને ઓલ ઇન્ડિયા 316 રેન્ક મેળવી અને આઈએએસ અધિકરી બની ગયો.

નવજીવનના પિતા એક ખેડૂત છે અને તે અભ્યાસ દરમિયાન તે પોતાના પિતા સાથે ખેતરમાં મદદ કરવા માટે પણ જતો હતો. તે ખેતરમાં કામ પણ કરતો હતો. આ ઉપરાંત નવજીવને ખેતરમાં હળ પણ ચલાવ્યું છે.

Niraj Patel