ફૂટબોલ રમવા માટે આવેલા આલિયા ભટ્ટના ઘરવાળા રણબીર કપૂરને એક છોકરીએ કહ્યું “I LOVE U”, પછી જુઓ અભિનેતાનું રિએક્શન

બોલીવુડના સેલેબ્સનો ચાહક વર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે. તે ક્યાંય પણ જાય છે તેમના ચાહકો તેમને ઘેરી લેતા હોય છે, ખાસ કરીને છોકરીઓ બોલિવુડના ઘણા અભિનેતાઓને પોતાનો ક્રશ માનતી હોય છે અને જો ક્યાંક તેમને અભિનેતા જોવા મળી જાય તો તે જાહેરમાં પોતાનો પ્રેમ પણ અભિવ્યક્ત કરતી હોય છે.

હાલ આવું જ કંઈક દુબઈમાં એક ફૂટબોલ મેચ દરમિયાન બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સાથે થયું. જ્યાં એક ચાહકે બૂમો પાડીને રણબીરને “આઈ લવ યુ” કહ્યું, જેના બાદ તેની પ્રતિક્રિયા એવી હતી કે કોઈનું પણ દિલ ઘાયલ થઇ જશે. જી હા, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને તેના ચાહકો ખુબ જ સારી રીતે શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં રણબીર તેની ટીમ સાથે મેદાનમાં એન્ટ્રી લેવા માટે લાઈનમાં ઊભો હતો. તેના પહેલા અભિષેક બચ્ચન, રણબીર અને કાર્તિક આર્યન અને અન્ય સેલિબ્રિટીઓ લાઈનમાં વ્યસ્ત હતા. બધાએ ગુલાબી અને સફેદ રંગની જર્સી પહેરી હતી. જેવો રણબીર તેની ટીમ સાથે આવ્યો, તે જ સમયે એક છોકરીએ બૂમો પાડી અને રણબીર આઈ લવ યુ કહીને તેને ચીયર કર્યો.

ચાહક દ્વારા આટલું બોલતા રણબીરે ફરીને તેની તરફ જોયું અને આંખ મારી હતી. આ જોઈને ત્યાં હાજર તેના સમર્થકો ખુશ થઈને તેને ચીયર કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે રણબીર અને અન્ય સેલિબ્રિટીઓએ આ મેચ બિઝનેસમેન બંટી વાલિયાની ટીમ વતી રમ્યા હતા. આ ટીમ અમીરાત યુનાઈટેડમાં રચાયેલી ટીમ સાથે ચેરિટેબલ મેચ હતી.

 

View this post on Instagram

 

A post shared by HT City (@htcity)

આ મેચ દુબઈના મંજરના શબાબ અલ અહલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. રણબીર કપૂર ઘણીવાર મુંબઈમાં ફૂટબોલ રમતા જોવા મળે છે, તેને ફિલ્મો સિવાય મેચોમાં પણ રસ છે. ત્યારે આ ફૂટબોલ મેચનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા છે.

Niraj Patel