રાજકોટના આ યુવકે પોતાના નામનો ડંકો દુનિયામાં વગાડ્યો, પાણીની અંદર જ શ્વાસ રોકીને કરે છે ગજબનો ડાન્સ, જુઓ વીડિયો

આજના યુવાનો ઘણા ટેલેન્ટેડ છે અને ટેલેન્ટના દમ પર પોતાનું નામ બનાવવાનું પણ જાણે છે. સોશિયલ મીડિયાએ તેમને પોતાનો ટેલેન્ટ બતાવવાનું એક મોટું પ્લેટફોર્મ પણ આપ્યું છે અને આ પ્લેટફોર્મ ઉપર તે પોતાના ટેલેન્ટ બતાવીને દુનિયાભરમાં નામના મેળવી લેતા હોય છે. ત્યારે હાલ એવા કે એક ટેલેન્ટના હાલ ખુબ જ વખાણ થઇ રહ્યા છે.

પાણીની નીચે એક વ્યક્તિએ ખૂબ જ શાનદાર મૂનવોક કર્યું, જેને જોઈને લોકો દંગ રહી ગયા. તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક ડાન્સર માઈકલ જેક્સનના ‘સ્મૂથ ક્રિમિનલ’ ગીતની ધૂન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. મૂળ રાજકોટના જયદીપ ગોહિલ નામના વ્યક્તિએ પાણીની અંદર તેના શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

આ વ્યક્તિને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ‘હાઈડ્રોમેન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી તે લોકોને બતાવવાનો પ્રયાસ કરે છે કે તે તેની પાણીની અંદરની કુશળતાથી કેટલો પ્રતિભાશાળી છે. ઈન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ છે.

જયદીપ ગોહિલે ઘણા ગીતો પર પોતાના ડાન્સ મૂવ્સથી ઈન્ટરનેટ પર લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોને શેર કરતાં જયદીપ ગોહિલે લખ્યું, ‘આ મારા દર્શકો માટે છે, જેઓ મારું આવું વર્ઝન જોવા માગે છે.’ વીડિયો જોશો તો ખબર પડશે કે જયદીપ પાણીની નીચે રાખેલા બિલિયર્ડ ટેબલ પર મૂનવોક કરી રહ્યો છે. જ્યારે તેણે રિવર્સ મૂનવોક કરવાનું શરૂ કર્યું ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને ઓક્સિજન સિલિન્ડર વગર પાણીની નીચે ડાન્સ કરતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333)

આ જોવું દરેક માટે ખૂબ જ આઘાતજનક હતું. જ્યારે જયદીપ ઊંધો મૂનવોક કરી રહ્યો હતો ત્યારે લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. 8 સપ્ટેમ્બરે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 9 લાખથી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે અને ઘણાએ એમ પણ કહ્યું કે કિંગ ઓફ પોપ માઈકલ જેક્સને પણ તેને જોવું જોઈએ, તે તેની મૂનવોકિંગ કુશળતાથી પ્રભાવિત થયા હશે.

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333)

એક યુઝરે લખ્યું, ‘મેં અત્યાર સુધી જોયેલુ સૌથી ઘાતક મૂન વોક, મારું દિમાગ હલબલી ગયું.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મહાન વાત એ છે કે આપણે મૂનવોકને ઊંધું જોઈ શકીએ છીએ. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ઘણા પ્રયત્નો, પરીક્ષણો, નિષ્ફળતાઓ પછી શક્ય બન્યું હોવું જોઈએ.કોઈને આ રીતે અલગ કરતા જોવું એ ખુબ જ દીલચપ્સ છે.

Niraj Patel