ખબર

કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થઇ ચૂકેલા દર્દીના મગજમાં ઘુસ્યો આ ભયંકર બીમારી- જુઓ

ભારતમાં અહીંયા જોવા મળ્યું નવું રૂપ: માંડ માંડ કોરોનાથી સજા થયા તો મગજમાં બની ચુક્યો હતો આ બીમારીનો ફોડલો અને પછી….

આખી દુનિયા કોરોના સામે લડી રહી છે, હાલ ભારતમાં કોરોનાની બીજી લહેરનો ખતરો થોડો ઓછો થયેલો દેખાઈ રહ્યો છે ત્યારે હજુ પણ વિશેષજ્ઞો ત્રીજી લહેરની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે જ એક ચોંકવાનરી ખબર પણ સામે આવી છે. જેમાં કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકેલા દર્દીના મગજમાંથી વ્હાઇટ ફંગસ મળી આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

દેશભરમાં કોરોનાથી સાજા થયેલા લોકોમાં બ્લેક અને વ્હાઇટ ફંસગની સમસ્યા જોવા મળતી હતી ત્યારે હાલ એક કિસ્સો હૈદરાબાદમાંથી સામે આવ્યો છે, જ્યાં કોરોનાથી રિકવર કરી ચૂકેલા એક દર્દીના મગજમાં દુર્લભ વ્હાઇટ ફંગસનો ફોલ્લો મળી આવ્યો છે. આ વ્યક્તિ ગત મે મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો. બીમારીના સમયે તેના ફેફસામાં ગંભીર સંક્ર્મણ હતું અને તેને બોલવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

ત્યારે સ્કેન દ્વારા ખબર પડી કે દર્દીના બ્રેઈનમાં ક્લોટ જવી સંરચના બની રહી છે. સતત સારવાર કરતા હોવા છતાં પણ આ ક્લોટ સરખો નહોતો થઇ રહ્યો. જયારે સર્જરી કરવામાં આવી તો ખબર પડી કે વ્હાઇટ ફન્ગસે ફોડલો બનાવી લીધો છે જે ખુબ જ દુર્લભ બીમારી માનવામાં આવે છે.

આ બાબતે હૈદરાબાદ સનશાઈન હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર પી. રંગનાથમનું કહેવું છે કે આવા ફોડલા ખુબ જ દુર્લભ હોય છે. ભારતમાં આવા મામલા ના બરાબર આવ્યા છે. તેમને એમ પણ કહ્યું કે આ એક યુનિક કેસ છે. સામાન્ય રીતે ફંગલ મધુમેહના દર્દીઓને જલ્દી પોતાની ચપેટમાં લે છે. પરંતુ આ દર્દીને મધુમેહની સમસ્યા નહોતી.