હૈદરાબાદના પિઝા વાળાએ ગ્રાહકને પીઝા સાથે જબરદસ્તી આપી દીધી થેલી, હવે માલિકે ગ્રાહકને ચૂકવવા પડશે આટલા હજાર રૂપિયા

આપણે કોઈપણ દુકાનની અંદર જઈએ અને ખરીદી કરીને બહાર નીકળીએ ત્યારે આપણો સામન ભરવાની બેગ લેવા માટે પણ પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે. ઘણીવાર આપણે આપણા હાથમાં આવેલું બિલ પણ નથી ચેક કરતા અને પૈસા ચૂકવી દેતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર આમ કરવાથી તમારા વધુ પૈસા પણ જઈ શકે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

જો તમે કોઈ બ્રાન્ડેડ દુકાનમાં કે કોઈ ખાણીપીણીની દુકાનમાંથી કોઈ વસ્તુ લો છો અને બિલ ચેક કરવાની આદત રાખો છો તો તે તમારા માટે ફાયદાકારક નિવળશે. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે. જેમાં પીઝા આઉટલેટ વાળાએ કેરી બેગ માટે જબરદસ્તી ચાર્જ વસૂલી લીધો હતો જેના બાદ ગ્રાહકે રેસ્ટોરન્ટને જબરી મજા ચખાડી.

આ મામલો સામે આવ્યો છે હૈદરાબાદથી. જ્યાં એક વિધાર્થી મુરલી કુમારે એક પિઝા આઉટલેટમાંથી પીઝા ખરીદ્યા, અને પીઝા આઉટલેટ વાળાએ 7.62 રૂપિયા બ્રાન્ડેડ કેરી બેગ માટે જબરદસ્તી વસૂલી લીધા. ગ્રાહકે બેગ લેવાની ના પાડી છતાં પણ તેને જબરદસ્તી બેગ થમાવી દેવામાં આવી.

જેના બાદ મુરલી કુમાર નામના આ વિધાર્થીએ આ પીઝા આઉટલેટની ફરિયાદ કરવા માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો દરવાજો ખખડાવવામાં આવ્યો. ફરિયાદ કર્તાએ 16 સપ્ટેમ્બર, 2019ના રોજ પીઝા ટેકઅવેનો ઓર્ડર કર્યો હતો. જેમાં બ્રાન્ડેડ પ્લાસ્ટિક કેરી બેગ માટે 7.62 રૂપિયા વસુલવામાં આવ્યા હતા.

વિધાર્થી દ્વારા પીઝા આઉટલેટ ઉપર ઉત્પીડનનો આરોપ લગાવ્યો પરંતુ આઉટલેટ દ્વારા બધા જ આરોપોથી ઇન્કાર કરી દેવામાં આવ્યો. બે વર્ષના લાંબા ટ્રાયલ બાદ આખરે ગ્રાહક સુરક્ષા દ્વારા પીઝા આઉટલેટને 11000 રૂપિયાની ચુકવણી ગ્રાહકને કરવા માટે જણાવવાનો આદેશ કરવામાં આવ્યો.

Niraj Patel