કડવા ચોથના દિવસે પ્રેમિકાને બજારની અંદર શોપિંગ કરાવી રહ્યો હતો પતિ, અચાનક આવી ગઈ પત્ની અને પછી શરૂ થયું દે ધન ધન… જુઓ વીડિયો

ગુરુવારે દેશભરમાં ઉત્સાહભેર કડવા ચોથ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખ્યા હતા અને પૂજા કરીને ઉપવાસ તોડ્યા હતા, પરંતુ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં એક મહિલાએ બજારમાં તમામ લોકોની વચ્ચે પોતાના પતિની ભારે ધોલાઈ કરી હતી.

મામલો ગાઝિયાબાદનો જણાવવામાં આવી હર્યો છે. જ્યાં પતિ તેની ગર્લફ્રેન્ડને સાથે કડવા ચોથ પર શોપિંગ કરી રહ્યો હતો અને તે જ સમયે તેની પત્ની પણ તે જ માર્કેટમાં ખરીદી કરવા પહોંચી હતી. બંને સામસામે આવતા જ પત્નીને આખો મામલો સમજાઈ ગયો અને પતિ અને તેની પ્રેમિકાને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

ત્યારે હાલ પતિની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પત્ની તેની માતા અને બહેનો સાથે બજારમાં ખરીદી કરવા જાય છે અને આ દરમિયાન તેનો સામનો તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડ સમયે મળી જાય છે. આ પછી પત્નીએ માતા અને અન્ય બહેનો સાથે મળીને પતિ અને તેની પ્રેમિકાને માર માર્યો હતો. વધુ હંગામો શરૂ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પતિની ધરપકડ કરી છે અને પ્રેમિકાને ચેતવણી આપીને છોડી દીધી છે.

પોલીસે માહિતી આપી છે કે ગાઝિયાબાદના સિહાની ચુંગી વિસ્તારના કૌશલ નગરમાં રહેતી એક મહિલાના લગ્ન વર્ષ 2017માં પ્રતાપ વિહારમાં રહેતા યુવક સાથે થયા હતા. છેલ્લા 3 વર્ષથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ ચાલતો હતો અને પત્ની ગુસ્સામાં તેના પિયર જતી રહી હતી. પત્નીએ પોલીસને જણાવ્યું કે વિવાદને કારણે તે બાળક સાથે તેના પિયર રહેતી હતી. મહિલાએ તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો છે અને હાલ મામલો કોર્ટમાં છે.

Niraj Patel