જબરું થયું! સંસ્કારી નગરીમાં પતિ પત્નીએ છૂટાછેડા પછી પણ અંગત પળો માણતા રહ્યા, ગર્ભ રહેતા આવ્યો વળાંક

પત્નીએ ડાઇવોર્સ લીધા પછી પણ પતિ સાથે બિસ્તર પર રંગરેલિયા મનાવ્યા, પેટમાં ગર્ભ રહ્યો પછી થયો મોટો ધડાકો

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે સાંભળી કોઇ પણ હેરાન રહી જાય. વડોદરાના (Vadodara) કરજણના (Karjan) એક ગામમાંથી એક સગર્ભા મહિલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી તેની આપવીતી જણાવી હતી. તેણે જણાવ્યુ કે, તેના છૂટાછેડા થયા પછી પણ તેનો પતિ અવારનવાર મળવા આવતો અને તે શરીર સંબંધ બાંધતો અને તેને કારણે તેને ગર્ભ પણ રહી ગયો હતો.જો કે, ગર્ભ રહી ગયા બાદ તેણે તેના પતિને જાણ કરી તો તેણે કહ્યુ કે, આ મારું બાળક નથી.

File Pic

ત્યારે વિસામણમાં મુકાયેલી મહિલાએ અભયમનો આશ્રય લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેના પતિ સાથે 10 વર્ષનાં લગ્નજીવન બાદ અલગ થઇ હતી. બંનેને બાળક ન થતાં પતિ-પત્નીના છૂટાછેડા થયા હતાં.

પણ છૂટાછેડા પછી પણ તેનો પતિ અવારનવાર ઘરે આવતો અને શરીર સંબંધ બાંધતો અને તેને કારણે તે પ્રેગ્નેટ થઇ.આ વાત તેણે તેના પૂર્વ પતિને કહી તો તેણે જણાવ્યું કે, આ મારું બાળક નથી, આમ તે જવાબદારીમાંથી છટકી ગયો.

File Pic

જો કે, અભયમ ટીમ દ્વારા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાં પ્રયત્ન કર્યાં. તે બંને બાળકને કારણે જ અલગ થયા હતા અને હવે બાળકની આશા છે, તો પુનઃ સાથે રહી શકો. પણ પતિએ જણાવ્યું કે, મારાં છૂટાછેડા થયેલા છે, જેથી મારી કોઈ જવાબદારી નથી, જ્યારે મહિલાએ જણાવ્યું કે, મારા પતિનું જ બાળક છે. જો કે, આ બાદ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવામાં આવી.

Shah Jina