અચાનક જ થયેલી દર્દનાક મૃત્યુમાં ઉજડી ગયો પરિવાર, ઘરે અઢી વર્ષનો દીકરો જોતો જ રહી ગયો માતા-પિતા અને બહેનની રાહ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર આવા અકસ્માતોમાં આખા પરિવારો હોમાઇ જતા હોય છે અને ઘણીવાર કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે. ત્યારે હાલમાં વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાઇક સવાર દંપતી અને તેમની બે મહિનાની બાળકીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યાં આ કેસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પરિવારજનોની ફરિયાદના આધારે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

મેરઠના જાનીખુર્દમાં ભોલા-મેરઠ રોડ પર પેપલા ગામ પાસે બુધવારે મોડી રાત્રે એક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. થાના કાંકરખેડાના પઠાણપુરા ગામના રહેવાસી ગજે સિંહ તેમની પત્ની અંજુ અને બે મહિનાની પુત્રી પ્રિયા સાથે સિસોલા ખુર્દ ગામમાં લગ્નની વર્ષગાંઠના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. મોડી રાત્રે ગજેસિંગ તેની પત્ની અને પુત્રી સાથે બાઇક પર પઠાણપુરા પરત ફરી રહ્યા હતા ત્યારે પેપલા ઈદ્રીશપુર ગામ પાસે કોઈ અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણેય મૃત હાલતમાં હતા. આ મામલે મૃતકના સંબંધી કપિલે જાની પોલીસ સ્ટેશનમાં અકસ્માતની ફરિયાદ નોંધાવી છે. ભોલા-મેરઠ રોડ રાત્રે નિર્જન બની જાય છે. ગજેસિંહ અઢી વર્ષના પુત્રને તેના સંબંધીઓ સાથે ઘરે મૂકી ગયો હતો.

રાત્રે ઘટનાની જાણ થતાં સમગ્ર પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને વળગીને સ્વજનો કલાકો સુધી માતમ મનાવતા રહ્યા હતા.જ્યારે ત્રણેયના મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે બધાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. અકસ્માતને પગલે અઢી વર્ષના દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

Shah Jina